‘વિકાસ નહીં પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગાંડા થયા છે’: કોંગ્રેસના કયા નેતાએ આપ્યું વિવાદી નિવેદન?
માત્ર જુઠ્ઠાણું ચલાવીને પક્ષનો પ્રચાર ભાજપના નેતાઓ કરી રહ્યા છે. જેના પગલે હવે જુઠ્ઠા માણસોને ઓળખી લેવાની જરૂર પડી હોવાનું ધીરુ ગજેરાએ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં તેમણે કહ્યું હતું કે, પ્રજાના રૂપિયાએ પક્ષનો પ્રચાર કરવામાં આવે છે. પ્રસિદ્ધિ મેળવવા માટે મોદી પોતાના મોટા-મોટા કટ આઉટ બનાવે છે.
ભ્રષ્ટાચાર અને આતંકવાદ નાબુદીની વાત ભાજપ સરકાર કરે છે. પરંતુ ખરા અર્થે આતંકવાદીઓ તો દિલ્હીમાં બેઠા છે. ગૌમાતા અને ધર્મના નામે મત મેળવવા સિવાય ભાજપે કાંઈ કર્યું નથી.
તેમની સારવાર માટે કોઈ હોસ્પિટલ ન હોવાને કારણે લોકોએ જ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સારવાર માટે કોંગ્રેસને વિજય બનાવીને કરવાની છે.
સુરત: પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો હોવાની પોસ્ટ ફરતી થઈ છે. હું લોકોને કહેવા માગું છું, કે વિકાસ ગાંડો નથી થયો વડોપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી ગાંડા થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -