સુરતઃ પત્નિ હોવા છતાં યુવકે સેક્સ વર્કર સાથે કર્યાં લગ્ન, બંને પત્નિ સાથે લાગ્યા રહેવા ને પછી શું થયું?
જેથી શાહનવાઝની પહેલી પત્ની અને ઝુલેખા સાથે ઝઘડાઓ શરૂ થતાં શાહનવાઝે ઝૂલેખાની હત્યા કરવાનું મન બનાવી લીધુ હતું. બાદમાં પ્રેમીએ પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃત પ્રેમિકાની લાશને સગેવગે કરવા પ્રેમીએ લાશના ટુકડાં કરીને ફેંકવા જતો હતો. એ દરમિયાન પકડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રેમિકાની હત્યા કરનાર યુવકે ટીવી સિરિયલમાં આવતાં ક્રાઈમ પેટ્રોલ જેવા શો જોઈને હત્યા કરીને લાશના ટુકડાં કર્યા હાવાનું પ્રાથમિક તબક્કે ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે યુવકને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવક સાયકો હોવાનું પણ અમુક સુત્રો શક્યતા દર્શાવી રહ્યાં છે.
લાલગેટ કાસકીવાડ ખાતે રહેતા એક યુવક શાહનવાજે તેની પ્રેમીકાની ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. રવિવારે હત્યા કર્યા બાદ આજે લાશને સગેવગે કરવા ટુકડા કરીને લાશના કટકા ઉધના વિસ્તારમાં આવેલી ખાડીમાં ફેંકવા જતી વખતે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. જેમાં લાલગેટ પોલીસ ચોકીના પીઆઈથી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ સ્થળની મુલાકાત લીધી હતી. અને કડક તપાસ હાથ ધરી હતી.
સુરતઃ શહેરના રાણીતળાવ પારસીશેરીના ત્રીજા મિયા શેખ (32) ઘર નીચે જ પ્રૉવિઝન સ્ટૉર્સ ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. દોઢ વર્ષ પહેલા તે મહારાષ્ટ્રના અમરાવતીની રહીશ સેક્સ વર્કર ઝુલેખા ઉર્ફે વર્ષા સૈયદના સંપર્કમાં આવ્યો હતો. પોતે પરણેલો હોવા છતાં પરિવારજનોના વિરોધ વચ્ચે તેણે ઝુલેખા સાથે બીજા નિકાહ કરીને રાણીતળાવ પારસીશેરીના ત્રીજા માળે રહેવા લાગ્યો હતો.