સુરતઃ મામાએ બહેન-બનેવીની બાજુમાં સુતેલી 14 વર્ષીય ભાણી પર ગુજાર્યો બળાત્કાર
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં સગા મામાએ 14 વર્ષની ભાણી પર બળાત્કાર ગુજારતાં ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે. કામરેજ પાસે લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરા પર વહેલી સવારે મકાનના ધાબા પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે યુવક અપરણીત છે અને નાનપણી બહેન-બનેવી સાથે રહે છે. તેમજ કારખાનમાં મજૂરી કામ કરી છે. આ પરિવાર મૂળ એમપીનો છે. પોલીસે પરિવારની ફરિયાદને આધારે યુવકની ધરપકડ કરી લીધી છે. જ્યારે સગીરાને મેડિકલ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાઇ છે.
સોમવારે સાંજે માતા નોકરી પરથી પરત આવતાં દીકરીએ માતાને મામાની હરકત અંગે વાત કરતાં માતાએ તેના પતિને વાત કરતાં મોડી રાત્રે તેમણે સગા ભાઈ સામે ભાણી પર બળાત્કાર ગુજાર્યાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, નાનપણથી બહેન-બનેવી સાથે રહેતા 24 વર્ષીય યુવક પોતાની જ 14 વર્ષની ભાણી પર નજર બગાડી હતી. રવિવારે રાતે આખો પરિવાર ધાબા પર સૂતો હતો, ત્યારે યુવકની દાનત બગડી હતી અને તેણે ભાણી પર જ બળાત્કાર ગુજાર્યો હતો.