સુરતઃ બોયફ્રેન્ડે રાતે ઘરે આવી સગીરા સાથે પરાણે બાંધ્યા સંબંધ, પછી શું થયું?
ત્રણ દિવસ પહેલા નીલેશ સગીરાના ઘરે પહોંચી ગયો હતો અને ફોટા તેના પરિવારજનોને મોકલવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો અને એસિડ એટેક કરવાની ધમકી આપી જતો રહ્યો હતો. સગીરાના પિતા સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટથી વાહનો પૂરાં પાડવાનો વ્યવસાય કરે છે, જેમાં નીલેશ ડ્રાઇવર તરીકે કામ કરતો હોઇ સગીરા તેના પરિચયમાં આવી હતી. સગીરાએ અડાજણ પોલીસમાં ફરિયાદ કરતાં ઘટના સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, અડાજણની સગીરાને વિદ્યાકૂંજ સર્કલ નજીકની સંતજ્ઞાનેશ્વર સોસાયટીમાં રહેતા નીલેશ સુદ્દામ ચૌધરી સાથે ફ્રેન્ડશિપ હતી. ફ્રેન્ડશિપ સમયે યુવકે સગીરા સાથે મોબાઈલમાં ફોટા પાડ્યા હતા.
સુરતઃ અડાજણમાં રહેતી સગીરા પર તેના જ બોયફ્રેન્ડે બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે સગીરાના ફોટા તેના પરિવારજનોને મોકલવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ અંગે કોઇને વાત કરશે તો એસિડ એટેક કરવાની ધમકી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -