BSNL Diwali Offer 2024: દેશની સરકારી ટેલિકોમ કંપની BSNL એ પોતાના ગ્રાહકો માટે નવી દિવાળી ઓફર રજૂ કરી છે. આ ઓફરમાં લોકોને 365 દિવસના રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દેશમાં દિવાળીનો તહેવાર આવી ગયો છે. આવી સ્થિતિમાં મોટાભાગની કંપનીઓ લોકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઓફરો રજૂ કરી રહી છે. જ્યારથી ખાનગી ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી લોકો BSNL તરફ આકર્ષાયા છે.
BSNL નો 1999 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન
કંપનીએ 1999 રૂપિયાના આ રિચાર્જ પ્લાન પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. ડિસ્કાઉન્ટ પછી આ રિચાર્જની કિંમત 1899 રૂપિયા રહી ગઈ છે. હવે તમને 1899 રૂપિયામાં તમામ લાભ મળશે જે 1999 રૂપિયામાં મળતા હતા. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 600GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં લોકોને દરરોજ 100 ફ્રી SMS સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનની કિંમત ઘણી ઓછી છે અને તે તમારા સિમને એક્ટિવ રાખવા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે.
Airtel નો 1999 રૂપિયા વાળા પ્લાન
બીજીતરફ એરટેલના 1999 રૂપિયાના રિચાર્જ પ્લાનની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 SMS અને 24 GB ડેટા સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને Apollo 24/7, Wink Music, Spam Protection અને Extreme Play જેવા ફાયદા પણ મળે છે.
આવી સ્થિતિમાં, BSNLનો 1899 રૂપિયાનો પ્લાન અન્ય કંપનીઓની તુલનામાં ઘણો સસ્તો માનવામાં આવે છે. BSNL દેશમાં તેનું નેટવર્ક ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 2025 ના અંત સુધીમાં, કંપની દેશભરમાં 5G સેવા પણ શરૂ કરી શકે છે.
આ પણ વાંચો