5G launch in India: ભારતમાં ટેલિકૉમ કંપનીઓ હવે બહુ જલદી 5G સર્વિસ લઇને આવવાની તૈયારીમાં લાગી છે. ટેલિકૉમ ઓપરેટર Jio, Airtel અને Vi આ કડીમાં સૌથી આગળ છે. કેટલાક રિપોર્ટ અનુસાર, જાણવા મળે છે કે, Jio અને Airtel આ મહિનાની શરૂઆતમાં જ પોતાની 5G સર્વિસ શરૂ કરી શકે છે. જ્યારે કેટલાક રિપોર્ટ એવા છે કે, આ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં 5G સર્વિસને ચાલુ કરી શકે છે. જોકે, ગમે તે હોય પરંતુ એ નક્કી છે કે, હવે ટુક સમયમાં 5G સર્વિસ દેશમાં શરૂ થઇ રહી છે, પીએમ નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે 5G સર્વિસ જલદી આવી રહી છે અને 4G સર્વિસની સરખામણીમાં આની ઇન્ટરનેટ સ્પીડ 10X હશે. 


ખાસ વાત છે કે જો ભારતમાં 5G સર્વિસ આવી રહી છો, તે આપણે પણ તૈયાર થઇ જવુ જોઇએ, કે આપણો ફોન 5G સર્વિસને સપોર્ટ કરશે કે નહીં, કે પછી 5G સર્વિસને અનુકુળ ફોન છે કે નહીં ? કેમ કે 5G સર્વિસમાં તમને 10X સ્પીડનો અનુભવ થશે. જો તમારો ફોન સપોર્ટ નહીં કરતો હોય તો નવો ફોન પણ ખરીદવો પડી શકે છે. આ માટે અમે તમને અહીં એક એવી રીત બતાવી રહ્યાં છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે કે નહીં........... જાણો.... 


કઇ રીતે ચેક કરશો તમારો ફોન 5G નેટવર્કને સપોર્ટ કરે છે કે નહીં ?


Step 1: પોતાના Android ફોન પર, સેટિંગમાં જાઓ. 


Step 2: 'વાઇ-ફાઇ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 


Step 3: હવે 'સિમ અને નેટવર્ક' ઓપ્શન પર ક્લિક કરો. 


Step 4: હવે તમે ‘Preferred network type’ ઓપ્શન અંતર્ગત તમામ ટેકનોલૉજીનુ લિસ્ટ જોઇ શકશો. 


Step 5: જો તમારો ફોન 5Gને સપોર્ટ કરે છે, તો તેને 2G/3G/4G/5G તરીકે લિસ્ટ કરવામાં આવશે. 


 


5G Service Launch: દેશભરમાં કેટલા વર્ષમાં 5G સર્વિસ થશે ઉપલબ્ધ ? જાણો IT મંત્રીએ શું કહ્યું - 
5G Service Launch:  દેશમાં બે વર્ષમાં 5G ઉપલબ્ધ થશે તેમ કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઈવેન્ટમાં જણાવ્યું. તેમણે કહ્યું ભારતમાં 5G ટેલિકોમ સેવાઓ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને સરકાર 2 વર્ષની અંદર સમગ્ર દેશને આવરી લેવાનું લક્ષ્ય ધરાવે છે. અશ્વિની વૈષ્ણવે અગાઉ કહ્યું હતું કે ભારત ઓક્ટોબર સુધીમાં 5G સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.


સરકારે ઓગસ્ટમાં ટેલિકોમ સર્વિસ કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવણી પત્રો જારી કર્યા હતા. આ પછી સરકારે તેમને 5G સેવાઓના રોલઆઉટ માટે તૈયારી કરવા કહ્યું. આ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે, ભારત હાઇ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.


રિલાયન્સ જિયોએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે આ વર્ષે દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ઘણા મોટા શહેરોમાં હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરશે. આ પછી, તેનું 5G નેટવર્ક ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરના દરેક શહેર, તાલુકા અને નગરોમાં વિસ્તરણ કરવામાં આવશે.


5G શું છે અને તે 3G અને 4G સેવાઓથી કેવી રીતે અલગ છે ?
5G એ પાંચમી પેઢીનું મોબાઇલ નેટવર્ક છે જે ખૂબ જ ઊંચી ઝડપે ડેટાના મોટા સેટને ટ્રાન્સમિટ કરે છે. 3G અને 4G ની તુલનામાં, 5G ખૂબ ઓછો સમય લે છે. 5G રોલઆઉટથી માઇનિંગ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.


હરાજીમાં ભાગ લેનારી કંપનીઓ 
સ્પેક્ટ્રમની હરાજીમાં ચાર મુખ્ય સહભાગીઓ રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હતા.


હરાજીથી સરકારને કેટલી આવક થઈ ?
તાજેતરમાં પૂર્ણ થયેલી હરાજીમાંથી DoTને કુલ રૂ. 1.50 લાખ કરોડની બિડ મળી હતી. હરાજીમાંથી આવક શરૂઆતમાં રૂ. 80,000-90,000 કરોડ હોવાનો અંદાજ હતો. 5G સેવાઓ 4G કરતાં લગભગ 10 ગણી ઝડપી હોવાની અપેક્ષા છે.