Trial of 5G network: સમગ્ર દેશવાસીઓ લાંબા સમયથી  5જી નેટવર્કની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તો હવે આ કડીના એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં સૌ પ્રથમવાર 5જી નેટવર્કના ટ્રાયલનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતના કંડલા પોર્ટ ખાતે 48 કોર ફાઈબર ઓપ્ટીક નેટવર્ક મહિનાના અંત સુધીમાં સંપૂર્ણ કાર્યાન્વિત કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 


ભારતમાં હજી 5જીની ફાસ્ટ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે તેને લોન્ચ કરવા માટે ઓથોરિટી દ્વારા પાઈલટ પ્રોજેક્ટ રુપે કંડલા પોર્ટ સહિત ચાર સ્થળોની પસંદગી કરવામાં આવી છે. કંડલા પોર્ટ દેશનું ન માત્ર પ્રથમ પોર્ટ પરંતુ એવું સ્થળ બની ગયું છે જ્યાં 5જી ઈન્ટરનેટના મોટા પ્રોજેક્ટનું પ્રથમ ટ્રાયલ કરાઈ રહ્યું છે. મહિનાના અંત સુધીમાં સંપુર્ણ કાર્યાન્વિત કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે. નોંધનિય છે કે,  5જી નેટવર્ક આવવાથી યૂઝર્સને અનેક ફાયદા થશે. ઈન્ટરનેટની સ્પીડ વધી જશે અને કનેક્ટિવીટી પણ સારી બનશે.


Jioનો ખુબ કામનો પ્લાન
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ પોતાના પ્રીપેડની સાથે પૉસ્ટપેડ યૂઝર્સને પણ બેસ્ટ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપની JioPostPaid Plus અંતર્ગત કુલ 5 પૉસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. ખાસ વાત છે કે કંપનીનો  એક પ્લાન એકસાથે 4 લોકો યૂઝ કરી શકે છે. જો તમારા પરિવારમાં ચાર સભ્યો છે, તો આ પ્લાન તમારા માટે ખુબ કામનો સાબિત થઇ શકે છે, આ પ્લાનની કિંમત 999 રૂપિયા છે. જાણો પ્લાન વિશે.... 


Jioનો 999 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન  - 
જિઓનો આ પૉસ્ટપેડ પ્લાન 999 રૂપિયા મહિનાનો છે, પ્લાનમાં તમને 200 જીબી ડેટા આપવામાં આવે છે, લિમીટ ખતમ થયા બાદ 10 રૂપિયા પ્રતિ જીબીનો ચાર્જ લેવામાં આવે છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને 100 એસએમએસ પણ આપવામાં આવે છે. 


આમાં એક પ્રાઇમરી સિમની સાથે 3 વધારાના સિમ પણ આપવામાં આવે છે, એટલે કે એકસાથે 4 લોકો એક જ પ્લાનનો ઉપયોગ કરી શકશે. કુલ 200 જીબી ડેટા મળે છે, મતબલ છે કે જો તમામ યૂઝર્સ બરાબર ઉપયોગ કરે તો એક યૂઝર માટે મહિનામાં 50 જીબી ડેટા હોય છે. 


અન્ય સુવિધાઓની વાત કરીએ તો પ્લાનમાં 500 જીબી સુધી ડેટા રૉલઓવર પણ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. આની સાથે જ Amazon Prime, Netflix, Disney+ Hotstar, JioTV, JioSecurity અને JioCloud જેવી એપ્સનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.