Aadhar Card: જો આપનું આધારકાર્ડ ખોટી જાણકારી સાથે ઇસ્યૂ થયું હોય તો આ ફેક આધારકાર્ડના કારણે આપની સામે કાયદાકિય કાર્યવાહી પણ થઇ  શકે છે. આપનું આધાર કાર્ડ નકલી છે કે નહીં તે જાણવા માટેના કેટલાક રસ્તા છે.


આધારકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેત છે. આ સ્થિતિમાં જો આપનું આધારકાર્ડ નકલી સાબિત થાય તો આપ મુશ્કેલીમાં મુકાઇ શકો છો.આપની સાથે કાયદાકિય કાર્યવાહી પણ થઇ શકે છે. જો કે કેટલીક એવી ટેકનિક છે. જેના દ્વારા આપ આધારકાર્ડ અસલી છે કે નહીં તે જાણી શકો છો.


નવા ઇ આધારકાર્ડમાં હોય છે આ ફીચર્સ



  • જો આપનું આધારકાર્ડ ખોવાઇ ગયું હોય અને આપ નવું આધારકાર્ડ મેળવવા ઇચ્છતાં હો તો આપ સ્ટેપથી જાણી શકો છો કે  રિયલ આધારકાર્ડમાં ક્યાં ફિચર્સ હોય છે.

  • નવા આધારકાર્ડનું બેક ગ્રાઉન્ડ પેપર વોટર માર્ક સાથે મળે છે.

  • આધારકાર્ડની સાઇડમાં  નાના અક્ષરોમાં કાર્ડ ઇશ્યુ કર્યાની ડેટ લખી હોય છે

  • તેમા મોટી સાઇઝમાં ફોટો હોય છે.

  • આધાર નંબરની નીચે વીઆઇડી નંબર પ્રિન્ટ કરેલ હોય છે.

  • આધારકાર્ડની બંને સાઇડમાં આધારનો લોગો લાગેલો રહે છે.

  • એક ડિજિટલી સાઇન કયૂઆર કોર્ડ હોય છે.

  • ક્યુઆર કોર્ડ દ્વારા આપ આપના આધારની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો.

  • મોબાઇલ નંબરની સત્યતાને પણ ચેક કરી શકો છો.


જો આપ ડુપ્લીકેટ આધારકાર્ડથી બચવા માંગતા હો અને આપના આધારથી લિંક મોબાઇલ નંબરની તપાસ કરવા ઇચ્છતા હો તો આપ યૂઆઇડીએની ઓફિશિયલ  વેબસાઇટ પર તપાસ કરી શકો છો. અહીં આપને માય આધારકાર્ડવાળા સેક્સનમાં જઇને મોબાઇલ નંબરની તપાસ કરતા આઇકન પર ક્લિક કરવાનું રહેશે. અહીં આપને ઓટીપી મળશે. જે એન્ટર કરીને નંબરની સત્યતાને પણ તપાસી શકો છો.