Airtel BLACK Launch: વિશ્વ મહામારી અને લોકડાઉનના પ્રભાવથી ધીમેધીમે બહાર નિકળી રહ્યું છે. પરંતુ ન્યૂ નોર્મલ પોતાની જગ્યા બનાવી ચૂક્યું છે અને આપણને ખબર છે કે જિંદગી હવે પહેલા જેવી ક્યારેય નહી થઈ શકે. પરંતુ ટેક્નોલોજી ખૂબ જ મુશ્કેલ સમયમાં આપણા માટે સૌથી વધુ મદદગાર સાબિત થઈ. તેના કારણે લોકોએ ન માત્ર કામ અને ભણવાની રીત બદલી પરંતુ પરિવાર અને મિત્રો સાથે પણ જોડાયેલા રહ્યા. લોકો માટે આટલા ઓછા સમયમાં મોટા પાયે વર્ચ્યુઅલ સ્પેસમાં શિફ્ટ થવું સહેલું ન હતું. સારા હાર્ડવેર સાથે સારી કનેક્ટિવિટીએ યૂઝર્સ માટે  આ માર્ગને સરળ બનાવ્યો છે. તો એવા કયા ટ્રેંડ રહ્યા  જેણે છેલ્લા એક વર્ષમાં લોકોનું ન્યૂ  નોર્મલ તરફ આગળ વધવાનું શક્ય બનાવ્યું?


હાઈબ્રિડ વર્કિંગ સોલ્યૂશન


લોકડાઉનના નિયંત્રણોને કારણે મોટાભાગની કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ અપનાવ્યું છે. જેનો અર્થ એ થયો કે તમારે એક જ જગ્યાએ રહેવું અને કામ કરવું પડશે. ટ્રેડિશનલ વર્કપ્લેસની જગ્યા ઘરના ડેસ્કે લઈ લીધી.  પરંતુ વિડિયો કોન્ફરન્સિંગ સાથેના પ્લેટફોર્મએ સુનિશ્ચિત કર્યું  કે ટીમ ન માત્ર એકસાથે કામ કરે  પરંતુ નવા વિચારો, વ્યૂહરચના અને કાર્યની પ્રગતિમાં કોઈ અવરોધ ન આવે. ઘરેથી કામ કરીને લાવવામાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં રાખીને, ઘણી કંપનીઓએ તેમના વપરાશકર્તાઓને વધુ સારી સુવિધાઓ ઓફર કરી છે. જેમ કે આપણે એરટેલની નવી ઓફર એરટેલ બ્લેકને  જોઈએ છીએ.



આ ઑફરમાં, ડીટીએચ, પોસ્ટપેડ અને ફાઇબર કનેક્શનને એક જ બિલમાં મર્જ કરવામાં આવ્યા હતા અને આનાથી મલ્ટીપલ બિલની ચુકવણીની તારીખોનો ભાર હળવો થયો હતો. આ ઓફર હેઠળ કંપનીએ પોતાના યૂઝર્સને એક ડેડિકેટેડ  રિલેશનશિપ મેનેજરની  ટીમ પ્રદાન કરી  અને સમસ્યાઓને  પ્રાથમિકતા પર રાખી સમાધાન કરવાની કોશિશ કરી. આ રીતે, બધી સમસ્યાઓને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેના પર લાગતો સમય ઓછો કરવામાં આવ્યો. એટલું જ નહીં, યૂઝર્સને કોઈપણ વધારાના ખર્ચ વિના શૂન્ય કિંમતે વેબસાઇટ અને થેંક્સ એપના દ્વારા એરટેલ બ્લેક પ્લાનમાં જોડાવા માટે ઓફર કરવામાં આવી હતી.


 


પરેશાનીથી મુક્ત ડિજિટલીકરણ


લોકડાઉનના પ્રતિબંધોએ યૂઝર્સને ઘરગથ્થુ સામાન અને દવાઓ ખરીદવા માટે સરળ વિકલ્પો પસંદ કરવા આગળ વધાર્યા.  આ કારણે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, સુપરમાર્કેટ, ડિલિવરી એપ્સની માંગ ઘણી વધી ગઈ છે. લોકોની આદતોમાં બદલાવને કારણે, બિઝનેસ મોડલ ઓનલાઈન તરફ વળ્યું, જેના કારણે સ્થાનિક કરિયાણાની દુકાનો પણ ઈ-સ્ટોર જેવા સેટઅપમાં જોડાવા લાગી. આ સાથે, ડિજિટલ પેમેન્ટ, નેટ બેંકિંગ અને UPI સરળ અને વધુ સુવિધાને કારણે લોકોની પ્રાથમિકતા બની ગઈ છે. એવું લાગતું નથી કે હવે આ મોડેલ જલ્દીથી બદલવાનું છે. 


સોશિયલ ડિસ્ટેસિંગના દોરમાં રિમોટ હેલ્થ કેયર સિસ્ટમ


મહામારી સામે લડવામાં મેડિકલ પ્રોફેશનલ અને ફ્રન્ટલાઈન વર્કર સૌથી આગળ રહ્યા. વીડિયો કોલ્સ અને ટેલિફોનની મદદથી હોસ્પિટલ પર પડતો વધારાનો ભાર ઓછો કરવામાં મદદ મળી. ઓનલાઈન સલાહ અને દવાઓની ડિલિવરીએ લોકો માટે સારવારને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ પદ્ધતિ દર્દી અને ડોકટરો બંને માટે સલામત સાબિત થઈ.



ઘર પર જ એન્ટરટેનમેન્ટના વિકલ્પ


આવા સમયે બહાર જઈને ફિલ્મ જોવાનું નામુમકિન જેવુ હતું અને તેના કારણે ઓટીટી પ્લેટફોર્મને નવું કન્ટેન્ટ રજૂ કરીને પોતાની ઓડિયન્સને વધારવાની તક મળી. ટેક્નોલોજીમાં અપગ્રેડ સાથે, Netflix, Amazon Prime, Hotstar જેવી સ્ટ્રીમિંગ સર્વિસે મોટી સંખ્યામાં લોકોને તેમના કન્ટેન્ટની  સારી ડાઉનલોડિંગ અને સ્ટ્રીમિંગ સર્વિસ પૂરી પાડી છે. ઓનલાઈન ગેમિંગની દુનિયામાં પણ જોરદાર ગ્રોથ જોવા મળ્યો.  ભારતમાં ઓનલાઈન ગેમિંગનો સરેરાશ સમય પ્રતિ કલાક 2.5 થી વધીને 4.1 પ્રતિ કલાક થયો છે. વધુ સારા સ્માર્ટફોન, સારી સ્પીડ ઈન્ટરનેટને કારણે આ ક્ષેત્રનો વિકાસ થતો રહેશે.


મહામારીએ સ્કૂલ અને યુનિવર્સિટીના કરોડો વિદ્યાર્થીઓને ઘરમાં બંધ રહેવા મજબૂર કરી દિધા હતા.  પરંતુ જેમની પાસે સારા હાર્ડવેર સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો સહારો હતો તેઓએ તેમનો અભ્યાસ ઓનલાઈન મોડમાં ચાલુ રાખ્યો. શિક્ષણને લગતા ટેક પ્લેટફોર્મની માંગ પણ વધી અને તેઓએ વર્ચ્યુઅલ ક્લાસની મદદથી નોલેજને શેર કરવાની નવી રીતોની શોધ કરી. ઓનલાઈન સિસ્ટમ પર સતત વધી રહેલી નિર્ભરતાએ લોકોને મનમાં નવા વિચારો લાવવાનો વિકલ્પ પણ આપ્યો. રિમોટ મોડમાં ઓનલાઈન લર્નિંગ કેટલો સમય ચાલુ રહેશે તે કોઈ જાણતું નથી, પરંતુ મોટાભાગના લોકો માટે તે વધુ સારો વિકલ્પ સાબિત થયો છે, પછી ભલે તે શૈક્ષણિક હોય કે કોઈની પ્રતિભામાં નવી કુશળતા વધારવા માટે. છેલ્લા 20 મહિનામાં આ ટ્રેંડ ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે અને તે લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે નવા ટ્રેંડ તેની સાથે જોડાય છે અને આપણે તેને કેટલી ઝડપથી સ્વીકારી શકીએ છીએ.