જેમાં કંપની 8 કરોડ લો ઈન્કમ સબસ્ક્રાઇબર્સને 10 રૂપિયાનો ટોક ટાઇમ આપી રહી છે. આ ટોક ટાઈમનો ઉપયોગ કોલ કરવા અને મેસેજ મોકલવા કરી શકાય છે. આ ઉપરાંત કપનીએ 14 એપ્રિલ સુધીમાં ખતમ થનારા તમામ પ્રીપેડ રિચાર્જ પેકની વેલેડિટી 17 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.
કંપનીએ એક મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું, 8 કરોડ એરટેલ પરિવારોને તેનાથી લાભ થશે. COVID-19ના કારણે જે પ્રવાસી શ્રમિકો અને દાડિયા મજૂરો લોકડાઉનના કારણે રિચાર્જ કરાવી શક્યા નથી તેમને લાભ થશે.