નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓ દિવસે દિવસે નવા રિચાર્જ પ્લાન પોતાના ગ્રાહકો માટે લઈને આવતી રહે છે. હાલમાં Airtel એ પણ એક નવો 289 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ગ્રાહકોને ઘણા પ્રકારના ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ આ પ્લાનના ફીચર્સ અને તેમાં મળતા ફાયદાઓ.

Airtel એ પોતાના ગ્રાહકો માટે એક નવો 289 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજના 1.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ સિવાય આ પ્લાન સાથે 100SMS પણ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને Zee5 પ્રીમિયમ એક્સેસ અને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ સબ્સક્રિપ્શન પણ મળશે. તેમાં 400 લાઈવ ટીવી ચેનલ્સ અને મૂવીઝ ઓફર કરવામાં આવે છે. આ સિવાય Airtel એ 79 રૂપિયાનો ટોપ-અપ વાઉચર પણ રજૂ કર્યું છે.
જિયોનો 199 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજના 1.5GB ડેટા મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. યૂઝર્સને તેમાં 100 એસએમએસ પ્રતિદિવસ મળે છે. આ સિવયા જિયોથી જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે, જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ કરવા માટે 1000 નોન જિયો મિનિટ મળે છે.
વોડાફોન-આઈડિયાનો 199 રૂપિયાનો પ્લાન

વોડાફોન આઈડિયા પણ 199 રૂપિયામાં દરરોજ એક જીબી ડેટા ઓફર કરી રહ્યું છે. આ સિવાય કોઈપણ નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ મિનિટ આપવામાં આવે છે. જ્યારે રોમિંગ કોલ્સ, લોકલ અને એસટીડી ફ્રી છે. આ પ્લાનમાં તમે દરરોજ 100 એસએમએસ મોકલી શકો છો. આ પ્લાનમાં કંપની વોડાફોન પ્લે અને ZEE5 નું સબસ્ક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહ્યું છે.