First Alarm Clock: આજે આપણા સૌકોઈ પાસે એલાર્મ સેટ કરવા માટે આપણા સ્માર્ટફોનમાં ઘડિયાળનો વિકલ્પ છે. આપણે ઇચ્છીએ ત્યાં સુધી એલાર્મ સેટ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એલાર્મ ઘડિયાળ અથવા તો એલાર્મ મિકેનિકલ સિસ્ટમની પહેલીવાર શોધ કરવામાં આવી હતી, ત્યારે તે માત્ર સવારના 4 વાગ્યે જ વાગતુ હતું. એટલે કે, પહેલું યાંત્રિક એલાર્મ સિસ્ટમ કે જે સવારે 4 વાગ્યે માત્ર એક જ વાર વાગવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમાંથી કોઈ અવાજ પણ આવતો નહોતો. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હતું.
પ્રથમ વિદ્યુત એલાર્મ 1890 માં બનાવવામાં આવ્યું હતું
વિશ્વની પ્રથમ યાંત્રિક એલાર્મ સિસ્ટમ 1787માં કોનકોર્ડ, ન્યૂ હેમ્પશાયરના રહેવાસી લેવી હચિન્સ દ્વારા બનાવવામાં આવી હતી. આ મિકેનિકલ એલાર્મ સિસ્ટમની વિશેષતા એ હતી કે, તે સવારે 4 વાગ્યે જ વાગતી હતી. લેવી હચિન્સે તેને એટલા માટે બનાવી હતી કે, તે 4 વાગ્યા પછી સૂઈ ન શકે કારણ કે તેની કંપનીનો નિયમ હતો કે, તેણે સૂર્યોદય થાય તે પહેલાં જ ઉઠવું પડશે. તેણે આ એલાર્મ માત્ર તેના જાગવા માટે તૈયાર કર્યું હતું અને તેની યાંત્રિક સિસ્ટમ એવી રીતે બનાવી હતી કે, તે માત્ર 4 વાગે જ વાગે.
આજે ભલે આપણે આપણા પોતાના હિસાબે મેન્યુઅલી એલાર્મ સેટ કરી શકીએ, પરંતુ વિશ્વની પ્રથમ એલાર્મ સિસ્ટમ આવી ન હતી. આ એલાર્મ સિસ્ટમ પર કામ ચાલુ રાખ્યું અને 1847માં ફ્રેન્ચ શોધક એન્ટોઇન રેડિયરે પ્રથમ એડજસ્ટેબલ મિકેનિકલ એલાર્મ ઘડિયાળ બનાવી અને પેટન્ટ કરી. તેમાં એલાર્મને તેના પોતાના અનુસાર સરળતાથી સેટ કરી શકાય છે. ત્યાર બાદ બીજા ઘણા લોકોએ પણ એલાર્મ ઘડિયાળ પર કામ કર્યું અને વિવિધ ડિઝાઇનની ઘડિયાળો બનાવી. ઉલ્લેખનીય છે કે, વિશ્વની પ્રથમ વિદ્યુત અલાર્મ ઘડિયાળ 1890માં બની હતી.
ઈયરફોન/હેડફોનનો આઈડિયા ટેલિફોન રીસીવર પરથી આવ્યો
આજે હેડફોન અને ઈયરફોન બહુ સામાન્ય બની ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓએ કેવી રીતે શરૂઆત કરી? હકીકતમાં ઇયરફોન અથવા હેડફોનનો વિચાર ટેલિફોનના રીસીવર ભાગમાંથી વિકસ્યો હતો અને 1880માં પ્રથમ હેડફોનનો ઉપયોગ ટેલિફોન ઓપરેટર દ્વારા કરવામાં આવ્યો હતો જે એઝરા ગુલીલેન્ડ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેને હેડફોન કહી શકાય નહીં કારણ કે તેમાં સાંભળવા માટે એક જ ઈયરપીસ હતી જ્યારે બીજી તરફ ખભામાં હેડફોનનું રિસીવર હતું. આ હેડફોનનું વજન 4.5 કિલો હતું. 1891માં ફ્રેન્ચ એન્જિનિયર અર્નેસ્ટ મર્કાડિયરે ઇયરફોન પર કામ કરવાનું શરૂ કર્યું અને ઘણા પ્રયોગો પછી તે એક નાનું ઇયરફોન બનાવવામાં સફળ થયા. જેને તેમણે "બાય-ટેલિફોન" તરીકે પેટન્ટ કરાવ્યું. આને દુનિયાનો પહેલુ ઈયરફોન કહેવામાં આવે છે.