નવી દિલ્હી: તહેવારોની સીઝન શરૂ થતા Amazon સેલમાં હેડફોન, બ્લૂટૂથ સ્પીકર, વોશિંગ મશીન, ટીવી જેવા સામાન પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે તહેવારની સિઝનમાં આ સામાન ઘરે લાવવા માંગો છો તો આ ઓફર્સ વિશે એક વખત જાણી લો.


17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં વોશિંગ મશીન પર ખૂબ સારી ઓફર મળશે. જ્યારે પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે. આ સેલમાં અમેરિકન બ્રાન્ડ White-Westinghouse સેમી ઓટોમેટિક વોશિંગ મશીન પર ખૂબ સારી ઓફર મળશે. આ સિવાય HDFC કાર્ડ હોલ્ડરને 10 ટકા ઈન્સ્ટન્ટ કેશ બેક ડિસ્કાઉન્ટ પણ મળશે. કંપનીના વોશિંગ મશીનની કિંમત 7,299 રૂપિયાથી લઈને 9,799 રૂપિયા સુધી છે.

થોમસન આપી રહ્યું છે શાનદાર ઓફર

થોમસન પોતાના વોશિંગ મશીન પર ખૂબ જ શાનગાર ઓફર્સ અને બેસ્ટ પ્રાઈઝ લઈને આવ્યું છે. હાલમાં જ થોમસન વોશિંગ મશીન સેગમેન્ટમાં પગ મુક્યો છે. કંપનીના વોશિંગ મશીનની કિંમત 6,499 રૂપિયાથી લઈને 22,999 રૂપિયા સુધી છે. જેમાં ખૂબ જ શાનદાર ફિચર્સ અને ક્વોલિટી જોવા મળે છે. કંપની પાસે સેમીઓટોમેટિક અને ફૂલી ઓટોમેટિક મોડલ્સ છે. જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ સિવાય આ સેલમાં ગોદરેજના સેમી ઓટોમેટિક વોશિંગ મશીનને 8,490 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી શકાય છે. જ્યારે haier વોશિંગ મશીનને 7,990 રૂપિયાની શરૂઆતની કિંમતમાં ખરીદી કરી શકાય છે. અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ટીવી પર માત્ર 99 રૂપિયા આપી એક વર્ષની વોરંટી વધારી શકો છો. આ સિવાય અન્ય ઘણી ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો.