Elon Musk: અમેરિકન અબજોપતિ અને એક્સના માલિક એલન મસ્કે પ્લેટફોર્મ પર પોતાનું નામ બદલી નાખ્યું છે. તેણે X પર પોતાનું નામ બદલીને કેકિયસ મેક્સિમસ રાખ્યું છે. તેણે પોતાના પ્રૉફાઈલ પિક્ચરમાંથી તેનો ફોટો પણ હટાવી દીધો છે અને તેની જગ્યાએ 'પેપ ધ ફ્રૉગ' મેમનો ફોટો લગાવ્યો છે. આમાં, પેપ એક યોદ્ધા જેવો પોશાક પહેર્યો છે અને તેના હાથમાં ગેમ જૉયસ્ટિક છે. તમને જણાવી દઈએ કે અગાઉ એલન મસ્કે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું હતું. એલન મસ્ક ઘણીવાર તેની સોશિયલ મીડિયા પૉસ્ટ માટે હેડલાઇન્સમાં રહે છે.


શું છે Kekius Maximus ? 
Kekius Maximus (KEKIUS) એક મેમેકૉઈન છે અને તે ક્રિપ્ટૉકરન્સી માર્કેટમાં એક મોટા નામ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં આને લગતી પ્રવૃત્તિઓ વધી છે અને તે રોકાણકારોને આકર્ષી રહી છે. તેનું 24-કલાકનું ટ્રેડિંગ વૉલ્યૂમ વધીને $2,734,948 થયું છે, જે દર્શાવે છે કે રોકાણકારો તેમાં રસ લઈ રહ્યા છે. તે 27 ડિસેમ્બરે તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. એલન મસ્કના આ પગલા બાદ પણ તેમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે, એલન મસ્કે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે તેણે પ્લેટફોર્મ પર પોતાનું નામ કેમ બદલ્યું છે. X પર એલન મસ્કનું નામ બદલવું એ પણ ક્રિપ્ટૉ માર્કેટમાં તેની ભૂમિકા તરફ સંકેત છે.


મીમકૉઇન શું હોય છે ? 
Memecoin એક ક્રિપ્ટૉકરન્સી છે જે ઈન્ટરનેટ પર ચાલી રહેલા ટ્રેન્ડ અથવા મેમ્સથી પ્રેરિત છે. થોડા વર્ષો પહેલા પણ એલન મસ્ક, શિબા ઇનુ પ્રેરિત ડૉજકોઇન વિશે સતત ટ્વીટ કરીને તેને ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું.


એલન મસ્કે આપી આ પ્રતિક્રિયા 






2 કેરેક્ટરને ભેળવીને બનાવવામાં આવ્યું છે Kekius Maximus 
કેકિયસ મેક્સિમસ ખરેખર એક પાત્ર નથી. તે ફિલ્મ ગ્લેડીયેટરના મેક્સિમસ પાત્ર સાથે 'પેપ ધ ફ્રૉગ'ના પાત્રને જોડીને બનાવવામાં આવ્યું છે. મેક્સિમસ એક રૉમન જનરલ હતો અને ફિલ્મમાં રસેલ ક્રૉ દ્વારા તેની ભૂમિકા ભજવવામાં આવી હતી.


આ પણ વાંચો


Elon Musk: એલન મસ્કે રચી દીધો ઇતિહાસ, સંપતિ થઇ 447 બિલિયન ડૉલર, આજુબાજુમાં પણ નથી અદાણી-અંબાણી