Android Secret Codes : આજકાલ દેશમાં એન્ડ્રોઇડ યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આથી એન્ડ્રોઇડ યૂઝ કરનારા લોકોએ કેટલાક કૉડને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે, દેશમાં એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ iOS ફોન યૂઝર્સ કરતા ખુબ વધારે છે, તેનું મુખ્ય કારણ એ છે કે એન્ડ્રોઇડ ફોન દરેક પ્રાઇસ રેન્જમાં ઉપલબ્ધ છે. અહીં અમે તમને એન્ડ્રોઇડ ફોન કૉડ્સ પર કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા ફોન સાથે સંબંધિત ઘણીબધી વિગતો મેળવી શકો છો. જેમ કે તમે ફક્ત કૉડ દાખલ કરીને તમારા ફોનનો IMEI નંબર શોધી શકો છો. જાણો એન્ડ્રોઈડ ફોનની આ ટ્રિક્સ વિશે....


જાણો એન્ડ્રોઇડ ફોનના કૉડ વિશે.... 


*#*#4636#*#* : આ કૉડ દ્વારા તમે ફોનની સંપૂર્ણ માહિતી જાણી શકો છો. તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો જેમ કે બેટરી, મોબાઇલની વિગતો, Wi-Fi માહિતી, એપ્લિકેશનનો ઉપયોગ વગેરે.
*2767*3855# : આ કૉડ ડાયલ કરવાથી તમારો ફોન રીસેટ થઈ જશે. ફોન મેમરી કાઢી નાંખવામાં આવશે. જ્યારે જરૂરી હોય ત્યારે જ આ કૉડનો ઉપયોગ કરો. અન્યથા તમારા ફોનનો ડેટા લૉસ થઇ શકે છે.
*#*#2664#*#* : આ કૉડની મદદથી તમે તમારા ફોનની ટચ સ્ક્રીનને ચકાસી શકો છો કે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું છે કે નહીં.
*#*#0842#*#* : આ કૉડની મદદથી ફોનનું વાઇબ્રેશન ટેસ્ટ કરવામાં આવે છે.
*#*#34971539#*#*: આ કૉડની મદદથી તમે ફોનના કેમેરા વિશે જાણકારી મેળવી શકો છો. 
*#21#: આ કૉડની મદદથી તમે જાણી શકો છો કે તમારા મેસેજ, કૉલ કે અન્ય કોઈ ડેટાને બીજે ક્યાંક ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે કે નહીં.
*#62#: અનેકવાર તમારો નંબર નૉ-સર્વિસ અથવા નૉ-આન્સર કહે છે. આવી સ્થિતિમાં તમે તમારા ફોનમાં આ કૉડ ડાયલ કરી શકો છો. આ કૉડની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન કોઈ અન્ય નંબર પર રીડાયરેક્ટ થયો છે કે નહીં.
##002#: આ કૉડની મદદથી તમે એન્ડ્રોઇડ ફોનના તમામ ફૉરવર્ડિંગને ડિ-એક્ટિવેટ કરી શકો છો. જો તમને લાગે છે કે તમારો કૉલ ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડ ડાયલ કરી શકો છો.
*43#: આ કૉડની મદદથી તમે તમારા ફોનમાં કૉલ વેઇટિંગ સેવા શરૂ કરી શકો છો, જ્યારે તમે #43# ડાયલ કરીને તેને બંધ પણ કરી શકો છો.
*#06#: આ કૉડની મદદથી તમે IMEI નંબર જાણી શકો છો. કોઈપણ ફોનને ફક્ત આ કૉડ દ્વારા ઓળખવામાં આવે છે. આ કૉડ બધા ફોન માટે અલગ છે. પોલીસ આ નંબર પરથી ફોન ટ્રેક કરી શકે છે.


(ડિસ્ક્લેમર- આ કૉડ્સ વિવિધ વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. તે તમારા સ્માર્ટફોનને સપોર્ટ કરી શકે છે અથવા ના પણ કરી શકે છે. જો આ કૉડ્સના ઉપયોગને કારણે સ્માર્ટફોનને નુકસાન થશે તો અમે જવાબદાર હોઈશું નહીં.)