નવી દિલ્હીઃ ટેક જાયન્ટ એપલે પોતાની ઇવેન્ટ દરમિયાન અનેક નવી પ્રોડક્ટ પોતાના યૂઝર્સ માટે લોન્ચ કરી. આ ઇવેન્ટમાં Apple Watch Series 6, Watch SE, iPad Air, 8th જનરેશ આઈપેડની સાથે એપલે અનેક નવી સર્વિસ પણ લોન્ચ કરી છે. ઇવેન્ટ દરમિયાન એપલ તરફથી કોઈપણ પ્રકારનો નવો આઈફોન લોન્ચ કરવામાં આવ્યો નથી. નવો આઈફોન લોન્ચ ન કરવામાં આવતા અનેક યૂઝર્સ નિરાશ થયા છે.




Apple Watch Series 6 થઈ લોન્ચ

એપલના સીઈઓએ ટિમ કુકે કેલિફોર્નિયાના કંપનીના મુખ્યાલય એપલ પાર્કથી વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા Apple Watch Series 6 લોન્ચ કરી છે. એપલે આ વોટ બ્લડ ઓક્સીજન મોનિટર ફીચરથી સજ્જ છે. તેના દ્વારા હ્યૂમન બ્લડ ઓક્સીજન લેવલ ટ્રેક કરી શખાય છે. ભારતમાં એપલ વોચ સીરીઝ 6 (જીપીએસ) વેરિયન્ટની કિંમત 40,900 રૂપિયા અને (જીપીએસ+સેલ્યુલર) મોડલ 49,900 રૂપિયામાં મળશે. જ્યારે અમેરિકામાં આ વોચના જીપીએસ મોડલની કિંમત 399 ડોલર (અંદાજે 30,000 રૂપિયા) હશે. તેનું વેચાણ શુક્રવારથી શરૂ થશે.



Apple Watch SE

Apple Watch Series 6ની સાથે જ Apple Watch SE પણ લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં તેની કિંમત 29,900 રૂપિયા સુધી હશે તેના જીપીએસ+સેલ્યૂલરની કિંમત 33900 રૂપિયા હશે. ભારતમાં ક્યારથી મળશે તેની જાહેરાત કરવામાં આવી નથી.



Apple iPad Air

ઇવેન્ટ દરમિયાન એપલના આઈપેડ એરને પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તેના પેન્સિલ અને રેટીના ડિસ્પ્લેની સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં એ12 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેમિંગ લવર્સ માટે તેમાં શાનદાર એક્સપીરિયન્સ મળશે. આઈપેએડ એરને 329 ડોલરની બેસિક પ્રાઈસમાં રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ સ્ટૂડન્ડને તે 299 ડોલરમાં મળશે. તેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે, જ્યારે સેલ માટે શુક્રવારથી ઉપલબ્ધ હશે. આઈપેડ એરમાં 7એમપી ફ્રન્ટ કેમેરા અને 12એમપીનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.



8th જનરેશન iPad

ઇવેન્ટ દરમિયાન એપલે આઈપેડ એરની સાથે પોતાનો બેસિક આઈપેડનું 8th જનરેશન પણ લોન્ચ કર્યું છે. તેમાં 10.2 ઇંચની સ્ક્રીનની સાથે એ12 ચિપસેટ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં તેના વાઈફાઈ મોડલની કિંમત 41,900 સુધી રાખવામાં આવી છે.



Apple One Service Plan

એપલે પોતાના તમામ સર્વિસિસ પ્લાનને એક જ પ્લાનમાં સમેટી લીધા છે. એપલ વન પ્લાનની કિંમત અમેરિકા કરતાં ભારતમાં સસ્તી છે. એપલ મ્યૂઝિક, એપલ ટીવી, એપલ આર્કેટ અને 50જીબી આઈક્લાઉડ સ્ટોરેજની સાથે અલગ અલગ પ્લાનની કિંમત 195 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે. તેના ફેમિલી પ્લાનની કિંમત 365 રૂપિયા પ્રતિ માસ છે અને તેમાં 6 સભ્યોની સથે શેર કરી શકાય છે.