નવી દિલ્હીઃ ટેક કંપની એપલ (Apple)ના શોખીનોનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે. એપલ આજે પોતાની ઇવેન્ટ (Apple Event) આયોજિત કરવા જઇ રહી છે, જેને 'Spring Loaded' ટેગ લાઇન આપવામાં આવી છે. આ ઇવેન્ટ 10am PDT અને ભારતીય સમયાનુસાર (India Time) રાત્રે 10:30 વાગે શરૂ થશે. આનુ લાઇવ સ્ટ્રીમિંગ (Live Streaming) તમે Appleની ઓફિશિયલ વેબસાઇટ અને કંપનીના સોશ્યલ મીડિયા ચેનલ્સ દ્વારા જોઇ શકો છો. આમાં કંપની પોતાની પ્રૉડક્ટ્સને (Apple Products) લૉન્ચ કરી શકે છે. 


વર્ચ્યૂઅલ હશે ઇવેન્ટ.....
આજે થનારી એપલ ઇવેન્ટ 2021 (Apple Event 2021) વર્ચ્યૂઅલ (Vertual Event 2021) હશે. આનો અર્થ છે કે તમે આમાં હાજરી નહીં આપી શકો ફક્ત આનુ લાઇવ સ્ટ્રીમિંગ જ જોઇ શકશો. આ ઇવેન્ટ કેલિફોર્નિયામાં Appleના કેમ્પસમાં જ આયોજિત થશે. જો તમે આ ઇવેન્ટ જોવા ઇચ્છો છો તો એપલની જ ઓફિશિયલ વેબસાઇટ પર જઇને જોઇ શકશો.


આ પ્રૉડક્ટ્સ થઇ શકે છે લૉન્ચ....
આ ઇવેન્ટમાં લૉન્ચ થનારી પ્રૉડકટ્સનો ખુલાસો હજુ સુધી નથી થયો, પરંતુ લીક રિપોર્ટ્સનુ માનીએ તો Apple Event 2021માં કંપની iPad Pro, AirPods, Apple TV અને મૉસ્ટ અવેટેડ રીડિઝાઇન iMacને લૉન્ચ કરી શકે છો. આ ઉપરાંત કંપનીના ટ્રેકર ડિવાઇસ AirTagsથી પડદો ઉઠી શકે છે. આ ઇવેન્ટ 10am PDT અને ભારતીય સમયાનુસાર (India Time) રાત્રે 10:30 વાગે શરૂ થશે.


WWDC 2021ની પણ થઇ જાહેરાત.....
વળી Appleએ પોતાની અપકમિંગ ઇવેન્ટ WWDC 2021ને પણ ઓફિશિયલી જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઇવેન્ટ 7 જૂનથી શરૂ થઇને 11 જૂન સુધી આયોજિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં એપલના કેટલાય ડિવાઇસ લૉન્ચ થઇ શકે છે. આ ઉપરાંત આમાં iOS 15 અને Macos પણ લૉન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ હજુ એ નથી જણાવ્યુ કે આમાં કઇ કઇ પ્રૉડક્ટ્સ લૉન્ચ કરવામાં આવી શકે છે.