Apple iPhone 15 Series Launch: જો તમે Appleની iPhone 15 સીરિઝ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં આવતીકાલે કંપનીની 'વંડરલસ્ટ' ઇવેન્ટ છે જેમાં Apple iPhone 15 સીરીઝ સિવાય અન્ય ગેજેટ્સ લોન્ચ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તમે કંપનીની યુટ્યુબ ચેનલ, ઓફિશિયલ વેબસાઈટ અને Apple ટીવી દ્વારા લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સીરિઝ માટે પ્રી-ઓર્ડર શુક્રવારથી શરૂ થશે.                                    


આ તમામ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે


Apple iPhone 15 સીરિઝ હેઠળ 4 iPhone લોન્ચ કરશે જેમાં iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Maxનો સમાવેશ થશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે કંપની પ્રો મેક્સ વેરિઅન્ટને અલ્ટ્રા નામથી લોન્ચ કરી શકે છે. આ વખતે તમને iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં પરંપરાગત સ્ટેનલેસ સ્ટીલની જગ્યાએ હળવા વજનની ટાઇટેનિયમ ફ્રેમ જોવા મળશે. તમે બંને મોબાઈલ ફોન બ્લેક, સિલ્વર, ગ્રે અને ટાઈટેનિયમ કલરમાં ખરીદી શકશો.                          


આ વખતે તમને નવી સીરીઝમાં ઘણા ફેરફારો જોવા મળશે જેમાં મોટી બેટરી, બેઝ મોડલમાં 48MP કેમેરા, પ્રો મેક્સમાં પેરીસ્કોપ લેન્સ અને ફાસ્ટ ચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ વિવિધ રંગોમાં ચાર્જિંગ કેબલ તૈયાર કર્યા છે. એટલે કે આને મોડલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે.                                   


આઇફોન 15 સિવાય કંપની સ્માર્ટવોચ સીરીઝ 9 અને અલ્ટ્રા 2 વોચ પણ લોન્ચ કરશે. કંપની નવી વોચ સીરિઝમાં પહેલા કરતા વધુ સારા હાર્ટ રેટ સેન્સર અને U2 ચિપ આપશે.


Apple પછી Honor નવો ફોન લોન્ચ કરશે


Apple પછી હવે ચીનની કંપની Honor ભારતમાં Honor 90 લોન્ચ કરશે. તમે કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. Honor 90માં 66 વોટ ફાસ્ટ ચાર્જિંગ અને 200MP પ્રાથમિક કેમેરા સાથે 5000 mAh બેટરી હશે. કંપની આ સ્માર્ટફોનને 2 સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ કરી શકે છે જેમાં બેઝ મોડલની કિંમત 35,000 રૂપિયાથી શરૂ થવાની આશા છે.