iOS 18 Release Date: ટેક જાયન્ટ એપલે તાજેતરમાં iPhone 16 સીરીઝની લૉન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપની આ લૉન્ચ ઇવેન્ટમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max રજૂ કરી શકે છે. iOS 18 નું સ્થિર વર્ઝન આના થોડા દિવસો પછી રિલીઝ થઈ શકે છે. કંપનીએ પહેલાથી જ માહિતી આપી હતી કે આ iOS iPhone Xs અને પછીના ઉપકરણો માટે ઉપલબ્ધ હશે. યૂઝર્સ iOS 18ના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ભારતમાં શું હશે iOS 18 રિલીઝની ડેટ 
કંપનીએ હજુ સુધી લૉન્ચની તારીખની પુષ્ટિ કરી નથી, પરંતુ આ વાતનો ખુલાસો 9To5Macના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iOS 18 નું જાહેર પ્રકાશન સપ્ટેમ્બરના મધ્યથી અંતમાં થવાની ધારણા છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની તેને 16 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બરની વચ્ચે રિલીઝ કરી શકે છે. આ ઉપરાંત તે ઘણા Apple ઉપકરણોને સપોર્ટ કરી શકે છે, જેની લોકો અપેક્ષા રાખી રહ્યા છે.


મળશે AI ફિચર 
Apple સામાન્ય રીતે iPhone લૉન્ચ થયાના એક અઠવાડિયા પછી એક નવું iOS રિલીઝ કરે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સૌથી મોટું પોઈન્ટ અપડેટ, iOS 18.1 અપડેટ, ઓક્ટોબર 2024 માં આવી શકે છે. તમને જણાવી દઈએ કે iPhone 15 Pro અને iPhone 15 Pro Max એપલ ઈન્ટેલિજન્સ ફિચર્સને સપોર્ટ કરશે. વળી, iPhone 16 સીરીઝમાં AI ફિચર્સ પણ મળી શકે છે.


કયા-કયા ડિવાઇસીસમાં કામ કરશે iOS 18  
તમને જણાવી દઈએ કે iOS 18ને સપોર્ટ કરતા ઉપકરણોમાં iPhone 15 સીરીઝ, iPhone 14 સીરીઝ, iPhone 13 સીરીઝ, iPhone 12 સીરીઝ, iPhone 11 સીરીઝ, iPhone Xs, iPhone Xs Max, iPhone XR અને iPhone SE સામેલ છે. જોકે, Apple Intelligence iPhone 15 Pro મૉડલ્સ અને નવા iPhone 16 સિરીઝમાં મળવાની અપેક્ષા છે.


આ પણ વાંચો


1 સપ્ટેમ્બરથી બદલાઇ ગયો ગૂગલનો નિયમ!, મોબાઇલ યુઝર્સ આ કામ નહી કરે તો થશે નુકસાન