Apple Working on New Technology : પોતાના યૂનિક ફિચર્સના કારણે પૉપ્યૂલર એપલ (Apple) પોતાના આઇફોન (iPhone) પર વધુ એક જબરદસ્ત ફિચર લાવવાની તૈયારી કરી રહ્યું છે.આ ફિચર નાના વેપારીઓ માટે ખુબ કામનુ હશે. રિપોર્ટ્સ અનુસાર, કંપની એક સર્વિસ પર કામ કરી રહી છે, જે અંતર્ગત નાના વેપારીઓને વિના કોઇપણ હાર્ડવેર (Hardware) થી ક્રેડિટ કાર્ડ (Credit Card) થી પેમેન્ટ સીધુ તેમના આઇફોન પર મળી જશે. જોકે આને લઇને હજુ કંપની તરફથી કોઇ પુષ્ટી કરવામાં આવી નથી કે, આ સિસ્ટમને હાલની એપલ પે (Apple Pay) સાથે જોડવામાં આવશે કે પછી અલગ રાખવામાં આવશે. જો આ ફિચર શરૂ થયા છે તો ઘણાબધા લોકોને આનો ફાયદો મળશે. 


હાલમાં શું છે સિસ્ટમ-
વર્તમાનમાં આઇફોન (iPhone) પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ લેવા માટે મર્ચન્ટ ટર્મિનલ્સનો યૂઝ કરી રહ્યાં છે, જે બ્લૂટૂથ (Bluetooth) દ્વારા કનેક્ટ રહે છે, આ કડીમાં થર્ડ પાર્ટી બ્લૉક ઇન્ક સ્ક્વેર પેમેન્ટ સિસ્ટમ (Block inc Square payment system) સામેલ છે. 


નવી ટેકનોલૉજીમાં શું હશે ખાસ
રિપોર્ટ અનુસાર, એપલની નવી ટેકનોલૉજી (Apple New Technology) અંતર્ગત યૂઝર્સ આઇફોનની પાછળ ક્રેડિટ કાર્ડ (Credit Card)ને રાખીને પેમેન્ટ કરી શકશે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિચરમાં નીયર ફીલ્ડ કૉમ્યૂનિકેશન (NFC) ચીપનો ઉપયોગ કરવામાં આવી શકે છે. NFC પહેલાથી જ એપલ પે (Apple Pay) પર છે. આવામાં સૉફ્ટવેર અપડેટ બાદ આ સિસ્ટમ જલદી કામ કરવા લાગશે. ઉલ્લેખનીય છેકે, એપલ આ ફિચર પર 2020થી જ કામ કરી રહ્યું છે. કંપનીએ 2020માં આ ક્રમમાં કેનેડાની એક કંપની મોબીવેવ (Mobeewave) ને 100 મિલિયન ડૉલર એટલે કે લગભગ 753 કરોડ રૂપિયા ખરીદી હતી. મોબીવેબ (SmartPhone) માટે ટેપની સાથે પેમેન્ટ એક્સેપ્ટ  કરવાની ટેકનોલૉજી પર કામ કરી રહી છે.


આ પણ વાંચો...........


TIPS : ગૂગલ Gmailના સ્ટૉરેજ માટે આ ટ્રિક્સ છે બહુ કામની, જાણો સ્ટૉરેજ ફૂલ થઇ જાય ત્યારે શું કરવુ.......................


WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર


રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?


LIC IPO: આ મહિનાની શરૂઆતમાં આવશે LICનો IPO, સરકારે આપી જાણકારી


ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન


Schools Reopening News: કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ આ રાજ્યોએ કરી શાળાઓ ખોલવાની જાહેરાત, જાણો વિગતે