સેનાએ ગુરુવારે નિવેદન જાહેર કરીને કહ્યું કે, આત્મનિર્ભર ભારતની દિશામાં કામ કરતા એક ખૂબજ સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપલીકેશન, સાઈ એટલે કે સિક્યોર એપ્લીકેશન ફોર ઈન્ટરનેટ તૈયાર કરવામાં આવી છે. આ એપ્લીકેશનથી ઈન્ટરનેટના માધ્યમથી સિક્યોર વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગ કરી શકાય છે. સેનાના પ્રવક્તા, કર્નલ અમન આનંદ અનુસાર, આ એપ્લીકેશન વોટ્સએપ, ટેલીગ્રામ, સંવાદ અને જીમ્સ જેવી જ છે એને એન્ડ ટૂ એન્ડ ઈન્ક્રીપ્શન મેસેજિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરે છે.
સેના અનુસાર, આ એપને દેશની સર્વોચ્ચ સાઈબર એજન્સી, સર્ટ-ઈન અને આર્મી સાઈબર ગ્રુપે ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે. સેનાએ તેના ઈન્ટેલેક્ચુએલ પ્રોપર્ટી રાઈડ્સ માટેની પ્રક્રિયા શરુ કરી દીધી છે. હાલમાં આ એપ્લીકેશન એન્ડ્રોઈડ ફોન માટે છે. જલ્દી જ આઈફોન માટે પણ ઉપલબ્ધ થશે. બુધવારે ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્મી કમાન્ડર્સ ક્રોન્ફ્રેન્સમાં આ એપ્લીકેશનને તૈયાર કરનાર કર્નલને શુભકાનાઓ પાઠવી હતી.