નવી દિલ્હી: હાલના સમયમાં વર્ક ફ્રોમ હોમના કારણે વધારે ડેટાની જરૂર પડે છે. આ સમયે માર્કેટમાં જરૂરિયાતના હિસાબે ડેટા પ્લાન મળી રહે છે. જો તમે એક દિવસમાં 3GB ડેટા સુધીનો વપરાશ કરો છો, તો અમે તમારા માટે Jio, Vodafone અને Airtelના કેટલાક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ, જે તમારે માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Airtel નો 398 રૂપિયાનો પ્લાન
Airtel નો 398 રૂપિયાવાળો આ પ્લાન ખૂબ જ પોપ્યૂલર છે, જેમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ સિવાય દરરોજ 100 ફ્રી SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાની સાથે જી5 Airtel એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
Jio નો 349 રૂપિયાનો પ્લાન
Jio નો 349 રૂપિયાનો આ પ્લાન યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે. આ થોડો સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jio થી Jio અનલિમિટેડ કોલિંગ મળે છે, જ્યારે નોન Jio નેટવર્ક પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1000 મિનિટ મળે છે. દરરોજ 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
Vodafone નો 399 રૂપિયાનો પ્લાન
Vodafone ના 399 રૂપિયાના પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS મળે છે. આ પ્લાનમાં 1.5GB+1.5GB ડેટા મળે છે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા છે. આ પ્લાનમાં જી5 અને Vodafone પ્લેનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
Jio, Vodafone અને Airtel ના આ પ્લાન ખૂબ જ સારા છે જે દરરોજના વપરાશ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈપણ પ્લાન પસંદ કરતા પહેલા તમે એ જોઈ લો કે કઈ બ્રાન્ડની સર્વિસ અને નેટવર્ક તમારે ત્યા સારુ આવે છે.
આ છે બેસ્ટ 3GB ડેટા ઈન્ટરનેટ પ્લાન, વર્ક ફ્રોમ હોમ માટે છે બેસ્ટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 07:22 PM (IST)
એક દિવસમાં 3GB ડેટા સુધીનો વપરાશ કરો છો, તો અમે તમારા માટે Jio, Vodafone અને Airtelના કેટલાક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ,
- - - - - - - - - Advertisement - - - - - - - - -