Bharat Sanchar Nigam Limited (BSNL) 5G કે 4G સર્વિસમાં પ્રાઇવેટ ટેલિકૉમ કંપનીઓથી ખુબ પાછળ છે, પરંતુ કેટલાય બ્રૉડબેન્ડ પ્લાન્સના મામલામાં Reliance Jio અને Airtel થી આગળ છે, અહીં જે પ્લાનની વાત કરી રહ્યં છીએ, તે લિમીટેડ ટાઇમ માટે છે. હાલમાં બીએસએનએલનો એક ધમાકેદાર ઇન્ટરનેટ અને કૉલિંગ પ્લાન માર્કેટમાં આવ્યો છે, જે તમામ માટે ફાયદાકારક છે. જાણો પ્લાનની ડિટેલ્સ વિશે......


આનાથી યૂઝ્સને અફોર્ડેબલ કિંમત પર કેટલાય બેનિફિટ્સ મળશે, રિપોર્ટ અનુસાર, કંપની BSNLના આ પ્રમૉશનલ બ્રૉડબેન્ડ પ્લાનને 15 નવેમ્બર, 2022થી બંધ કરી દેવામાં આવશે, આ પહેલા તમે આ પ્લાનનું સબ્સક્રિપ્શન લઇ શકો છો. 


બીએસએનએલના આ બ્રૉડબેન્ડ પ્લાનની કિંમત 775 રૂપિયા છે, આ મંથલી પ્લાન નથી, આમાં તમને BSNL Bharat Fibre તરફથી 75 દિવસ માટે સર્વિસ આપવામાં આવશે, જેમ કે ઉપર બતાવવામાં આવ્યુ છે કે આ પ્રમૉશનલ ઓફર છે, એટલે કે આનો લાભ ઉઠાવવા માટે તમારે જલદી સબ્સક્રિપ્શન લેવુ પડશે. 


મળશે 2TB મન્થલી ડેટા -
આમાં યૂઝર્સને 2TB મન્થલી ડેટા મળશે, આ પછી ડેટાની સ્પીડ ઓછી થઇને 10 Mbps થઇ જાય છે. આ પ્લાનની સાથે યૂઝર્સને ઓટીટી બેનિફિટ્સ પણ મળે છે. એટલે કે તમે હાઇ સ્પીડ ડેટાનો લાભ મહિનામાં 2TB સુધી ઉઠાવી શકો છો. 


બીએસએનએલના આ બ્રૉડબેન્ડ પ્લાનની સાથે યૂઝર્સને ઓટીટી પ્લેટફોર્મસ જેવા SonyLIV, ZEE5, Voot, Hungama, Shemaroo, Lionsgate, Disney+ Hotstar અને Yupp TVનુ સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવે છે. 


ટેલિકૉમ ટૉકના રિપોર્ટમાં બતાવવામા આવ્યુ છે કે આ બ્રૉડબેન્ડ પ્લાન્સની સાથે યૂઝર્સને ખુબ મોટો બેનિફિટ્સ મળે છે, આવો કોઇપણ પ્લાન એરટેલ કે જિઓના બ્રૉડબેન્ડ પ્લાનની સાથે નથી મળતો. આવામાં તમે અફોર્ડેબલ બ્રૉડબેન્ડ પ્લાન લેવાનુ વિચારી રહ્યાં છો, તો બીએસએનએલનો આ પ્લાન લઇ શકો છો. 


Instagram પર યૂઝર્સના અચાનક ઘટી ગયા ફોલોઅર્સ, કેટલાક એકાઉન્ટ સસ્પેન્ડ, લોકો ટ્વિટર પર કરી રહ્યા છે ફરિયાદ


Instagram Outage: યૂઝર્સ સોશિયલ નેટવર્કિંગ એપ ઈન્સ્ટાગ્રામમાં સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે તેમના એકાઉન્ટ્સ અચાનક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુઝર્સે કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામે એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું કારણ પણ જણાવ્યું નથી. જો કે હાલમાં આ સમસ્યા માત્ર યુકેમાં જ જોવા મળે છે. કેટલાય લોકોએ ટ્વિટર પર સસ્પેન્ડેડ એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં Instagram તરફથી એક નોટિસ દેખાઈ રહી છે, જેમાં લખ્યું છે કે તમારું એકાઉન્ટ 31 ઓક્ટોબર 2022ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.


આઉટેજને ડાઉન ડિટેક્ટર પર  ડિટેક્ટ  કરવામાં આવ્યો 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનાથી વધુ લોકોને અસર થઈ નથી. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઘણા લોકો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું છે કે તેમને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું છે કે અચાનક તેમના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઘટી ગયા છે. આ Instagram આઉટેજ ડાઉન ડિટેક્ટર પર પણ શોધી કાઢવામાં આવ્યું હતું. ડાઉન ડિટેક્ટર પર આ સમસ્યાથી પીડિત લોકોની સંખ્યા માત્ર 4,000 બતાવવામાં આવી રહી છે.