નવી દિલ્હીઃ આજકાલ ઓનલાઇન ડૉક્યૂમેન્ટેશન અને વધતા સાયબર ક્રાઇમને ધ્યાનમાં રાખતા તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ કે બેન્ક સાથે જોડાયેલી જાણકારીઓ બહુ સુરક્ષા સાથે રાખવી જોઇએ. તમારી ડિટેલ નાંખ્યા બાદ તમારુ આધાર કાર્ડ કોઇપણ ઓનલાઇન જોઇ શકે છે. આવામાં હેકર્સ સિમ કાર્ડ ખરીદવાથી લઇને બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા સુધી આનો ઉપયોગ કરી શકે છે. આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ મહત્વનુ ઓળખપત્ર બની ગયુ છે, જેમાં ફિંગરપ્રિન્ટથી લઇને કેટલીક બીજી મહત્વની જાણકારીઓ સામેલ હોય છે. જો આવામાં હેકર તમારા આધાર કાર્ડનો ડેટા હેક કરે છે તો તમને મોટુ નુકશાન થઇ શકે છે.  


જોકે, Aadhaar Cardના મહત્વને સમજતા યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઇડીએઆઇએ આધાર કાર્ડને લૉક કરવાની સુવિધા પણ આપી છે, એટલે કે તમે ઇચ્છો તો તમારા આધાર કાર્ડને ઓનલાઇન રીતે લૉક કરી શકો છો. આમાં તમારી જાણકારીઓ કે આધાર કાર્ડને કોઇ બીજા વ્યક્તિ ઉપયોગ નહીં કરી શકે. 


આજે અમે તમને આધાર કાર્ડને લૉક કરવા અને અનલૉક કરવાની સૌથી આસાન રીત બતાવી રહ્યાં છે. આ ફિચરથી તમારો કિંમતી ડેટા સુરક્ષિત રહેશે, અને આધાર કાર્ડની સાથે થનારી છેતરપિંડી પર રોક લગાવી શકાય છે. જાણો આના માટે તમારે શું કરવુ પડશે..... 


આ રીતે લૉક કરો તમારુ આધાર કાર્ડ.....


પોતાના આધાર કાર્ડને લૉક કરવા માટે તમારે GETOTP લખીને આ SMS, 1947 નંબર પર મોકલવો પડશે, હવે તમને ફોન પર એક ઓટીપી નંબર આવશે. 


ઓટીપી આવ્યા બાદ તમારે LOCKUID આધાર નંબર લખીને ફરીથી 1947 ર મેસેજ મોકલવો પડશે. આ પછી આધાર નંબર લૉક થઇ જશે. 


હવે તમે જ્યારે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરવા ઇચ્છો તેને અનલૉક કરી શકો છો. આધાર નંબરને અનલૉક કરવા માટે તમારે તમારા રજિસ્ટર નંબર પરથી GETOTP આધાર નંબર લખીને ઓટીપી લેવો પડશે. 


આ માટે પણ તમારે 1947 નંબર પર મેસેજ કરવો પડશે. 


હવે તમને 6 આંકડાનો ઓટીપી મળી જશે અને UNLOCKUID આધાર નંબર અને ઓટીપી લખ્યા બાદ મેસેજ મોકલવો પડશે. 


આ પ્રક્રિયાને રદ્દ કર્યા બાદ તમારો આધાર નંબર અનલૉક થઇ જશે, તમે આને આસાનીથી ક્યાંય પણ ઉપયોગ કરી શકો છો.


આ ફિચરની ખાસ વાત એ છે કે આધાર કાર્ડ કે નંબર લૉક થયા બાદ વિના વેરિફિકેશને તમારી જાણકારી કોઇપણ ઉપયોગ નથી કરી શકતુ. આનાથી તમે પણ તમારા આધારને લૉક કરીને સુરક્ષિત બનાવી શકો છો.