નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન દરેક વ્યક્તિનુ ખાસ ડિવાઇસ બની ગયુ છે, દરેક પ્રકારના કામ વ્યક્તિ હવે સ્માર્ટફોનની મદદથી કરી રહ્યો છે, અને આ જ કારણ છે કે યૂઝરનો તમામ પ્રકારનો ડેટા ફોનમાં સ્ટૉર હોય છે તે ટેક્સ્ટ, તસવીરો કે પછી વીડિયો અને ડૉક્યૂમેન્ટ તરીકે સ્ટૉર હોય છે. પરંતુ જ્યારે સ્માર્ટફોન ચોરાઇ જાય કે ખોવાઇ જાય ત્યારે યૂઝર મોટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે, કેમકે ફોનમાં ઘણો બધો ડેટા એવો હોય છે જે ચોરી થવાનો ભય રહે છે. 


ખાસ વાત છે કે, ફોન ચોરાવવાની સાથે સાથે જરૂરી ડેટા ચોરાવવાનો પણ ભય રહે છે, પરંતુ યૂઝરે આવા સમયે ગભરાવવાની જરૂર નથી. અહીં અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે તમારા ચોરાઇ ગયેલા ફોનમાંથી જરૂરી અને મહત્વના ડેટાને ડિલીટ કરી શકો છો. જાણો ફોનમાંથી ડેટા ડિલીટ કરવાની સિમ્પલ ટિપ્સ....


ડેટા ડિલીટ કરવાની ઓનલાઇન રીત....
જો તમારો ફોન ક્યાંક ચોરી થઇ ગયો હોય, તો આ કન્ડિશનમાં તમે તમારા ફોનનો ડેટા ઓનલાઇન ડિલીટ કરી શકો છો. જાણો કઇ રીતે....


આ છે પુરેપુરી પ્રૉસેસ.....


1 સૌથી પહેલા તમે કોઇ કૉમ્પ્યુટર કે બીજા ફોન પર ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો.


2 અહીં તમારે https://www.google.com/android/find ટાઇપ કરવાનુ છે.


3 હવે તમારે તમારી તે જીમેઇલ આઇડીથી લૉગીન કરવાનુ છે, જે સ્માર્ટફોનમાં પણ છે.


4 તમારી સામે પ્લે સાઉન્ડ, સિક્યૉર ડિવાઇસ અને ઇરેજ ડિવાઇસના ત્રણ ઓપ્શન દેખાશે.


5 આમાંથી ફોનનો ડેટા ડિલીટ કરવા માટે તમારે ERASE DEVICE પર ક્લિક કરવુ પડશે.


6 વધુ એકવાર ક્લિક કરવાથી તમારે જીમેઇલનો પાસવર્ડ નાંખવો પડશે.


7 જો તમારા ફોનમાં ઇન્ટરનેટ ઓન હશે તો તમે તમારો પુરેપુરો ડેટા ડિલીટ કરી શકો છો.