નવી દિલ્હીઃ જો તમે મ્યૂઝિકના શોખીન છો તો તમારા માટે UBON કંપની એક શાનદાર પ્રૉડક્ટ લઇને આવી છે. યુબૉને પોતાનુ નવુ વાયરલેસ સ્પીકર યુબૉન BASS BOYને લૉન્ચ કરી દીધુ છે, જેની કિંમત 2,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્પીકર પર કંપનીની તરફથી છ મહિનાની વૉરંટી આપવામાં આવી રહી છે. આ શાનદાર સ્પીકરને તમે ઇ-કોમર્સ વેબસાઇટ અને ઓફ લાઇન સ્ટૉર્સ પરથી પણ ખરીદી શકો છો. આ સ્પીકરમાં FM રેડિયોનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. જાણો આ યુબૉન બાસ બૉય સ્પીકરની શું છે ખુબીઓ....... 


UBON Bass Boy- ડિઝાઇન.... 
UBON Bass Boyની સ્પીકરની ડિઝાઇન મલ્ટી ડાયમેન્શનલ છે. જેનાથી તમને 360 ડિગ્રી પર સાઉન્ડ મળી શકે. આમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા મળશે. સાથે જ આમાં ઇન-બિલ્ટ માઇક્રોફોન પણ છે, જેના દ્વારા તમે પોતાના સ્માર્ટફોનને કનેક્ટ પણ કરી શકો છો. 


સ્પીકરના ફિચર્સ......
UBON Bass Boyમાં કનેક્ટિવિટી માટે USB પોર્ટ અને માઇક્રો TF/SD કાર્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. માઇક્રો એસડી કાર્ડમાં તમે પોતાના મનપસંદ ગીતો સાંભળી શકો છો. આ ઉપરાંત આ સ્પીકરની સાથે FM રેડિયોનો પણ ઓપ્શન મળશે. આમાં તમે રેડિયોની પણ મજા માણી શકો છો. આને તમે તમારા iPhone, એન્ડ્રોઇડ ફોન અને લેપટૉપની સાથે કનેક્ટ કરી શકો છે. પાવર માટે સ્પીકરમાં 1200mAhની બેટરી આપવામાં આવી છે, જે સાત કલાકનો બેકઅપ આપે છે. 


પાર્ટીમાં આવશે મજા......
આ સ્પીકર ઇઝી ટૂ કેરી છે, તમે આને ક્યાંય પણ લઇ જઇ શકો છો. ઘરમાં થનારી પાર્ટી માટે આ બેસ્ટ ઓપ્શન છે. સાથે જ આ તમારી નાની પ્રેસ કૉન્ફરન્સ અને મીટિંગમાં પણ કામ આવી શકે છે. કંપનીનો દાવો છે કે સ્પીકર તમને બેસ્ટ ઓડિયો ક્વૉલિટી આપશે અને તમને બહુ જ કામ આવશે.