Tech News: વીડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબે તેમના વીડીયોમાં ભ્રામક શીર્ષકો અથવા થંબનેલ્સનો ઉપયોગ કરતા કન્ટેન્ટ ક્રિએટર્સ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે, તે ભારતમાં એવા કન્ટેન્ટ ક્રિએટર્સ સામે કડક પગલાં લેશે જેઓ અસામાન્ય ક્લિકબેટ થંબનેલ્સ અથવા ટાઇટલ સાથે વીડિયો અપલૉડ કરે છે. કંપનીએ એક બ્લૉગ પૉસ્ટમાં જણાવ્યું છે કે જે વીડિયોની કન્ટેન્ટ સાથે મેળ ખાતી નથી તેવા વીડિયોના ટાઈટલ અથવા થંબનેલ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ખાસ કરીને બ્રેકિંગ ન્યૂઝ અથવા વર્તમાન ઘટનાઓથી સંબંધિત વીડિયોમાં થશે.


વીડિયો સાથે સંબંધિત હોવો જોઇએ થમ્બનેલ 
YouTube એ કહ્યું કે સનસનાટીભર્યા અથવા ભ્રામક ટાઇટલ અને થંબનેલ્સ દર્શકોના અનુભવને બગાડે છે. મહત્વપૂર્ણ માહિતી માટે પ્લેટફોર્મ પર આવતા દર્શકો માટે આવા શીર્ષકો ગેરમાર્ગે દોરનારું છે. બ્રેકિંગ ન્યૂઝ અને કરંટ અફેર્સ પર વીડિયો બનાવનારા ભારતીય ક્રિએટર્સ આ સ્કેનરના દાયરામાં આવશે. આનો અર્થ એ છે કે હવે નિર્માતાઓ લોકોને વીડિયો તરફ આકર્ષવા માટે તેમના વીડિયોમાં ઉલ્લેખિત ના હોય તેવું કોઈપણ ટાઇટલ- શીર્ષક પ્રદાન કરી શકશે નહીં. કંપનીએ હજુ સુધી આ નિર્ણય સામે અપીલ કરવા માટેની કોઈપણ મિકેનિઝમ વિશે કોઈ માહિતી આપી નથી.


શું કાર્યવાહી કરશે યુટ્યૂબ ?
એક્શન વિશે માહિતી આપતા, યુટ્યુબે કહ્યું કે તે શરૂઆતમાં ભ્રામક શીર્ષકો અને થંબનેલ્સવાળી સામગ્રીને દૂર કરશે. જો કે, પ્રથમ કિસ્સામાં ક્રિએટર્સ સામે સ્ટ્રાઇક લાદવામાં આવશે નહીં. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ક્રિએટર્સને નવા નિયમને સમજવાનો સમય મળે.


જોકે, YouTube એ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી કે બ્રેકિંગ ન્યૂઝ અને વર્તમાન ઘટનાઓને આવરી લેતા વીડિયોના અવકાશ હેઠળ કયા પ્રકારના વીડિયોની ગણતરી કરવામાં આવશે. તેમજ તેણીએ આવા વીડીયોની ઓળખ કેવી રીતે કરશે તે અંગે કોઈ માહિતી આપી નથી.


આ પણ વાંચો


OTT: અશ્લીલતા ફેલાવનારી 18 એપ્સ સરકારે બેન કરી, જુઓ લિસ્ટમાં કોનુ-કોનું છે નામ ?