નવી દિલ્હીઃ એરટેલ, જિઓ અને બીએસએનએલના કેટલાય શાનદાર બ્રૉડબેન્ડ પ્લાન હાલમાં અવેલેબલ છે. જેમાં હાઇ સ્પીડ ડેટાથી લઇને ઓટીટીનો એક્સેસ સુધી મળી રહ્યો છે. આ તમામ પ્લાન્સની કિંમત 800 રૂપિયાથી ઓછી છે. જાણો આ પ્લાન્સ વિશે....
જિઓનો બીજો એક પ્લાન 599 રૂપિયાની કિંમતની સાથે આવે છે. 499 રૂપિયાન વાળા પ્લાનની જેમ આમાં પણ 30Mbps ની સ્પીડથી ડેટા અને અનલિમીટેડ કૉલિંગ મળે છે. એક્સ્ટ્રા બેનિફિટ્સ તરીકે કંપની આમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, સોની લિવ, જી5, વૂટ કિડ્સ, સન એનએક્સટી અને ઓલ્ટ બાલાજી જેવી એપ્સનું સબ્સક્રિપ્શન આપી રહ્યુ છે.
જિઓ ફાઇબરઃ -
જિઓના બ્રૉડબેન્ડ પૉર્ટફોલિયાોનો આ સૌથી સસ્તો પ્લાન 499 રૂપિયા વાળા છે, આમાં 30Mbps ની સ્પીડથી ડેટા મળે છે. સાથે જ આમાં ફ્રી કૉલિંગની સાથે જિઓ ટીવી, સિનેમા, સાવન, ALTBalaji, Universal +, Lionsgate Play અને ShemarooMe નું સબ્સક્રિપ્શન પણ મળે છે.
એરટેલનો બ્રૉડબેન્ડ પ્લાનઃ- એરટેલનો સૌથી સસ્તા બ્રૉડબેન્ડ પ્લાનની કિંમત 499 રૂપિયા છે, આમાં 40Mbps ની સ્પીડથી ડેટા અને અલિમીટેડ કૉલિંગ મળી રહ્યું છે. આ પ્લાનની સાથે વિન્ક મ્યૂઝિક અને એરટેલ એક્સ્ટ્રીમનો ફ્રી એક્સેસ મળી રહ્યો છે, આમાં ઓટીટીનું સબ્સક્રિપ્શન નથી મળતુ.
જો તમે એરટેલના સ્ટાન્ડર્ડ પ્લાન તરફ જશો, તો આની કિંમત 799 રૂપિયા છે, પ્લાનની સાથે 100Mbps ની સ્પીડથી ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે, પરંતુ ઓટીટીનો એક્સેસ નથી મળતો.
BSNLના Fibre Value પ્લાનની કિંમત 799 રૂપિયા છે. આમાં 100Mbps ની સ્પીડથી અનલિમીટેડ ડેટા અને અનલિમીટેડ કૉલિંગ મળી રહ્યું છે. આ ઉપરાંત પ્લાનમાં હૉટસ્ટાર, સોની લિવ, જી5 અને વૂટ જેવુ ઓટીટીનુ સબ્સક્રિપ્શન ફ્રી મળી રહ્યું છે.
Coca-Cola સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે
લોકો લાંબા સમયથી કોકા કોલા સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા છે. આજે આખરે Realme એ તેનો કોકા કોલા એડિશન ફોન, Realme 10 Pro 5G બજારમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે આમાં તમને બેક સાઇડમાં ડ્યુઅલ ટોન ડિઝાઇન મળશે. પાછળની બાજુએ, તમને બ્લેક અને રેડ કોકા કોલા રંગ જોવા મળશે. આ સાથે બંને કંપનીઓની બ્રાન્ડિંગ બેક પેનલ પર જોવા મળશે. જાણો સ્માર્ટફોનની કિંમત અને સ્પેસિફિકેશન.