સ્માર્ટફોન્સે લોકોમાં ફોટોગ્રાફીના ક્રેઝને વધારી દીધો છે. એવામાં લોકો ફોન ખરીદતી વખતે કેમેરા અને પિક્ચર ક્વોલિટી પર વધારે ધ્યાન આપે છે. આજકાલ માર્કેટમાં ઓછી કિંમતમાં પણ એવા શાનદાર ફોન મળી જશે જેમાં તમને ટ્રિપલ રિયર કેમેરા મળશે. જેની કિંમત 10 હજારથી પણ ઓછી છે. ત્યારે જાણો એવા સ્માર્ટફોનની લિસ્ટ.


Realme Narzo 20a

ફોટોગ્રાફી લવર્સ માટે આ સ્માર્ટફોન બેસ્ટ ઓપ્શન છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. જેનું રિઝોલ્યૂશન 720x1,600 પિક્સલ છે. ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 12MPનો પ્રાઈમરી સેન્સર, 2MP મોનોક્રોમ લેન્સ અને 2MP retro સેન્સરનો કેમેરા છે. સેલ્ફી લવર્સ માટે 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 9499 રૂપિયા છે.

Poco C3

Poco C3માં 6.53 ઈંચની HD+ ડિસ્પ્લે મળશે. આ ફોન એન્ડ્રોઈડ 10 ઓએસ પર બેઝ્ડ છે ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 5000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ફોનના 4GB+64GB વેરિએન્ટની કિંમત 7,999 રૂપિયા છે.

Samsung Galaxy M02s

શાનદાર પરફોર્મેન્સ સાથે Snapdragon 450 પ્રોસેસર, 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા સેમસંગનો આ ફોન ખૂબજ સસ્તો છે. આ ફોનમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો પ્રોટ્રેટ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનને 9,999 રૂપિયામાં તમે ખરીદી શકો છો.

Oppo A15
Oppo A15 ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે શાનદાર સ્માર્ટફોન છે. આ ફોનમાં 13MPનો પ્રાઈમરી સેન્સર, 2MP નો મેક્રો લેન્સ અને 2MPનો ડેપ્થ સેન્સર મળશે. સેલ્ફી માટે 5MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Oppo A15માં 6.52 ઈંચની ફુલએચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનની કિંમત 9,990 રૂપિયા છે.