ભારતમાં આજે 15મી ઓગસ્ટના 75માં સ્વતંત્રતા દિવસે બે ઇલેક્ટ્રીક સ્કૂટર ઓલા અને સિમ્પલ વન ઇલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ થઇ રહ્યું છે. તેની સંભવિત કિંમત અને અન્ય વિશેષતા વિશે જાણીએ..


દેશની 75માં સ્વતંત્ર દિનની વર્ષગાંઠ પર બે ઇલેકટ્રીક સ્કૂટર લોન્ચ થઇ રહ્યાં છે. લોન્ચ સમયે બંને ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા અને સિમ્પલ વન ઇલેક્ટ્રીક સ્કૂટરની ડિઝાઇન, ફિચર્સ, બેટરી રેન્જ,  સહિત સંભવિત કિમત  સહિતની બધી જ ડિટેલ્સ સામે આવી ચૂકી છે.


ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર અને સિમ્પલ વન ઇલેક્ટ્રિક સ્કૂટરનો ભારતમાં Ather 450X, Bajaj Chetak અને tvs iqube સહિત  અન્ય પોપ્યુલર ઇલેક્ટ્રિક સ્કૂટર સામે મુકાબલો હશે, આવનાર સમયમાં આ સ્કૂટર ભારતની સડકો પર મોટી સંખ્યામાં જોવા મળશે,


Ola S1 Electric Scooterના ફિચર્સ
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર S1 સિરિઝ હેઠળ લોન્ચ થવા જઇ રહ્યું છે. જેના 2 વેરિયન્ટ છે. તેના ટોપ મોડલની કિમત અંદાજ દોઢ લાખથી ઓછી હોઇ શકે છે. જેના પર ગ્રાહકો હજારો રૂપિયાની સબસીડિ મેળવી શકશે, જેમાં 10 કલર્સ જોવા મળશે, તેના ફિચર્સની વાત કરીએ તો 7 ઇંચનું ટચસ્ક્રિન ડિસપ્લે, બ્લૂટ્રૂથ કનેક્ટિવિટી, નેવિગેશન અને 4G સપોર્ટ, કોલિંગ અને  યૂટ્યૂબ સ્ટ્રિમિંગ, ઓટો ડાયગ્નોસ્કિટ સપોર્ટ અને Find My Scooter’ સહિત અન્ય ખાસ ફિચર્સ જોવા મળશે.


આ સ્કૂટરમાં 3.6kWhથી માંડીને 6Kw સુધીને બેટરી હોઇ શકે છે.  જે બેટરીની રેન્જ 150 કિલોમીટર સુધીની હોઇ શકે છે. હાઇપર ચાર્જિગ સ્ટેશન પર તે અડધા કલાકમાં ચાર્જ થઇ શકે છે. તેની ટોપ સ્પીડ 45kmphથી માંડીને  70kmph સુધીની હોઇ શકે છે. તેમાં 50 લિટર સુધીની સ્પેસ મળે છે. આપને જણાવી દઇએ કે ઓલા સ્કૂટરની બંપર બુકિંગ થઇ રહી છે.


Simple One Electric Scooter
બેંગાલૂરૂ બેસ્ડ કંપની સિમ્પલ એનર્જી  તેના સિમ્પલ નવ ઇલેક્ટ્રિક સ્કૂટરથી ભારતમાં છવાઇ જવાની તૈયારીમાં છે. તેની સંભવિત કિંમતની વાત કરીએ તો 1.1 લાખથી 1.2 લાખ સુધીની હોઇ શકે છે. જેના પર હજારોની સબસીડિ મળી શકે છે. તેમાં ટચસ્ક્રિન  ડિજિટલ, સ્પીડોમીટર, નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટિવિટી, હેન્ડલબાર માઉન્ટેડ ટર્ન ઇન્ડિકેટર, ડીઆરએલ હેન્ડલેપ,  એલઇડી સહિતના કેટલાક ફિચર્સ જોવા મળશે.