નવા નિયમો અંતર્ગત 180 દિવસોથી વધુ ડેટાના સ્ટૉરેજ પર રોક લગાવવામાં આવી છે. આની સાથે જ યૂઝર્સ માટે એ જોગવાઇ કરવામાં આવી છે કે આરોગ્ય સેતુ એપ સંબંધિત માહિતીઓને ડિલીટ કરવાનો અનુરોધ કરી શકે છે. આ રીતના અનુરોધ પર 30 દિવસની અંદર અમલ કરવો પડશે.
આ એપ એન્ડ્રોઇડ, એપલના આઇઓએસ અને જિઓ ફોન પર અવેલેબલ છે. જેની પાસે સ્માર્ટફોન નથી એવા લોકો માટે સરકારે એક ટૉલ ફ્રી નંબર 1921 પણ જાહેર કર્યો છે.
નવી જોગવાઇ માત્ર Demographic, Contact, Self-Assessment અને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓ કે એવા લોકોના સ્થાન, ડેટા સ્ટૉરેજની અનુમતી આપે છે, જે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવે છે. ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલયના સચિવ અજય પ્રકાશ સાહનીએ કહ્યું ડેટા ગુપ્તતા પર બહુ મોટુ કામ કરવામાં આવ્યુ છે, આ નક્કી કરવા માટે સારી નીતિ બનાવવામાં આવી છે, જેનાથી લોકોના વ્યક્તિગત ડેટાનો દુરપયોગ ના થાય.
જોગવાઇ માટે કહેવામાં આવ્યુ છે કે આ નિર્દેશોના કોઇપણ ઉલ્લંઘન માટે આપદા પ્રબંધન અધિનિનય, 2005ની કલમ 51થી 60 અનુસાર દંડ અને અન્ય કાયદેસરની જોગવાઇઓ લાગુ થઇ શકે છે. આમાં દંડથી માંડીને જેલ સુધીની સજાની જોગવાઇ છે.