ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીએ ચેતવણી આપી છે કે જે લોકો જૂની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન અથવા ટેબલેટનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ સાવધાન રહે. CERT-In એ ચેતવણીની ગંભીરતાને "હાઇ" તરીકે રેટ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેનો ઉપયોગ કરીને કોઈપણ હેકર યુઝરના ફોનને એક્સેસ કરીને તેની અંગત માહિતી ચોરી શકે છે.


Androidના ક્યા વર્ઝન પર ખતરો છે?


જો તમારો ફોન Android 12, Android 12L, Android 13 અને Android 14 કરતાં જૂના વર્ઝન પર ચાલી રહ્યો હોય તો સાવચેત રહો! આ વર્ઝનમાં કેટલીક ખામીઓ મળી આવી છે જેનો ઉપયોગ હેકર્સ તમારા ફોનમાં પ્રવેશવા અને તમારી પર્સનલ માહિતી ચોરી કરવા માટે કરી શકે છે.


સરકારે શું કહ્યું?


સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ ચેતવણી આપી છે કે એન્ડ્રોઈડના જૂના વર્ઝનમાં કેટલીક ખામીઓ છે. આ ખામીઓ ફોનના ઘણા ભાગોમાં થઈ શકે છે, જેમ કે સિસ્ટમ, ગૂગલ પ્લે અપડેટ્સ, પ્રોસેસર (કર્નલ), ચિપ્સ (Arm, MediaTek, Imagination Technologies, Qualcomm) વગેરે. આ ખામીઓનો લાભ લઈને હેકર્સ તમારા ફોનને કંન્ટ્રોલ કરી શકે છે અને તમારી પર્સનલ માહિતી ચોરી શકે છે. જો તમારો ફોન એન્ડ્રોઇડ 12, એન્ડ્રોઇડ 12એલ, એન્ડ્રોઇડ 13 અથવા એન્ડ્રોઇડ 14 કરતાં જૂના વર્ઝન પર ચાલી રહ્યો છે, તો તેને બને તેટલી વહેલી તકે અપડેટ કરો.


નવા વર્ઝનમાં કેવી રીતે અપડેટ કરવું?


- સેટિંગ્સ ઓપન કરો


- સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો.


- અપડેટ્સ માટે તપાસો બટનને ટેપ કરો.


- જો તમારા સ્માર્ટફોન અથવા ટેબ્લેટ માટે અપડેટ ઉપલબ્ધ હોય તો ઇન્સ્ટોલ પર ટેપ કરો.


- એકવાર અપડેટ ઇન્સ્ટોલ થઈ જાય પછી ફોનને રીસ્ટાર્ટ કરો.   


આજના યુગમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેની પાસે સ્માર્ટફોન ન હોય. આજકાલ લોકો માટે ફોન એટલા મહત્વના બની ગયા છે કે લોકો પોતાના ફોનને પોતાનાથી દૂર રાખવા નથી માંગતા. પરંતુ ઘણી વખત લોકો ભૂલથી પોતાનો ફોન ક્યાંક રાખીને ભૂલી જાય છે અથવા બસ, ટ્રેનમાં કે ક્યાંક ફરતી વખતે ઘણી વખત ફોન ચોરાઈ જાય છે.


ખૂબ ઓછી ઘટનાઓ હશે જેમાં ચોરાયેલો ફોન પાછો મળી આવ્યો હોય.  એટલા માટે ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય પછી લોકો લગભગ માની જ લે છે કે તેમનો ફોન ક્યારેય પાછો નહીં મળે. પરંતુ આજે અમે તમને એક સરકારી પોર્ટલ વિશે જણાવીશું. જે તમને ખોવાયેલો કે ચોરાયેલો ફોન શોધવામાં મદદ કરશે