Voicemail Scam: દેશભરમાં એક નવી છેતરપિંડી પદ્ધતિ ઝડપથી ફેલાઈ રહી છે, જેમાં સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે RBI તરીકે ઓળખાવીને નકલી વૉઇસમેઇલ મોકલી રહ્યા છે. PIB ફેક્ટ ચેકે પુષ્ટી કરી હતી કે આ એક સંપૂર્ણ કૌભાંડ છે જેનો હેતુ લોકો પાસેથી બેંકિંગ માહિતી મેળવવાનો છે.

Continues below advertisement






છેતરપિંડી કેવી રીતે ફેલાવવામાં આવી રહી છે?


આ નકલી વૉઇસમેઇલ દાવો કરે છે કે તમારા ક્રેડિટ કાર્ડ પર કેટલાક શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તમારું બેન્ક ખાતું બંધ થઈ શકે છે. આ મેસેજ ગભરાટ ફેલાવવા માટે રચાયેલ છે જેથી લોકો ગુનેગારોને તેમની વ્યક્તિગત માહિતી, જેમ કે કાર્ડ નંબર, પિન અથવા OTP, પ્રદાન કરવા માટે દોડી જાય.


PIB ફેક્ટ ચેકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે RBI ક્યારેય વોઇસમેઇલ મારફતે કોઈ ચેતવણી આપતું નથી અથવા ગ્રાહકોને કોઈપણ અજાણ્યા કોલ પર વિગતો ચકાસવા માટે કહેતું નથી.


RBI વોઇસમેઇલ કૌભાંડ કેવી રીતે કરાય છે?


છેતરપિંડી કરનારાઓ ઘણીવાર બેન્ક અથવા સરકારી એજન્સીના નંબરની છેતરપિંડી કરે છે, જેનાથી કોલ સાચો દેખાય છે. એકવાર વ્યક્તિ મેસેજ પર વિશ્વાસ કરે છે અને કોલ બેક કરે છે અથવા માહિતી દાખલ કરે છે, તો ગુનેગારો તેમને ચકાસણીના નામે સંવેદનશીલ ડેટા પ્રદાન કરવા દબાણ કરે છે. ઘણા કિસ્સાઓમાં લોકો મિનિટોમાં જ તેમની બધી બચત ગુમાવી દે છે.


આ નવા વોઇસમેઇલ કૌભાંડથી કેવી રીતે બચવું?


આ કૌભાંડથી સુરક્ષિત રહેવાનો સૌથી મહત્વપૂર્ણ રસ્તો એ છે કે કોઈપણ અજાણ્યા કોલ અથવા વોઇસમેઇલ પર વિશ્વાસ ન કરવો, ભલે તે RBI, બેન્ક અથવા સરકાર તરફથી હોય. RBI અને બેન્કો ક્યારેય ફોન પર અથવા ટેક્સ્ટ મેસેજમાં વ્યક્તિગત માહિતી માંગતી નથી.


જો કોઈ મેસેજ તમારુ એકાઉન્ટ બંધ કરવા, બ્લોક કરવા અથવા કટોકટીનો ઉલ્લેખ કરે છે, તો માહિતી ચકાસવા માટે પહેલા તમારી બેંકના સત્તાવાર નંબર પર સીધા જ કૉલ કરો. તમારું બેન્ક એલર્ટ એક્ટિવ રાખો અને સમયસર સિક્યોરિટી એલર્ટ પ્રાપ્ત કરવા માટે હંમેશા તમારા મોબાઇલ નંબરને અપડેટ રાખો.


PIB ફેક્ટ ચેકને કેવી રીતે જાણ કરવી?


ખોટી માહિતી અને છેતરપિંડી અટકાવવા માટે PIB એ નાગરિકોને કોઈપણ શંકાસ્પદ સંદેશાઓની જાણ તેમના સત્તાવાર ચેનલોને કરવા વિનંતી કરી છે. તમે ફોટા, વીડિયો અથવા ટેક્સ્ટ મેસેજ  મોકલીને વેરિફાય કરી શકો છો.


WhatsApp: +91 8799711259


ઈમેલ: factcheck@pib.gov.in


PIB ટીમ મેસેજની તપાસ કરશે અને તમને ઓનલાઈન છેતરપિંડીથી સુરક્ષિત રહેવામાં મદદ કરવા માટે યોગ્ય તથ્યો પ્રદાન કરશે.