Digital Fraud: આજકાલ ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ડિજિટલ ફ્રોડને અંકુશમાં લેવા માટે અત્યાર સુધીમાં કુલ 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે. લગભગ 3.08 લાખ સિમ બ્લોક કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી રોકવા માટે આ મોટું પગલું ભર્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નંબર અને સિમ બંધ કરી દીધા છે.


ઑનલાઇન છેતરપિંડી પર ચર્ચા


ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં સાયબર સિક્યોરિટી અંગેની તાજેતરની બેઠકમાં ઑનલાઇન છેતરપિંડીનો સામનો કરવા માટે API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) એકીકરણ દ્વારા નાણાકીય સાયબર ફ્રોડ ઇન્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) પ્લેટફોર્મ પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચર્ચા કરી છે.


આ બેઠકમાં ખુલાસો થયો કે અત્યાર સુધીમાં ખોટા ઈરાદાથી મેસેજ મોકલનારા 19,776 લોકોને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 10 ટકા છેતરપિંડી બેન્ક ખાતાઓ સાથે સંબંધિત છે. જ્યારે 10 ટકા એટીએમ કાર્ડ અને 16 ટકા અન્ય પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે.


નકલી લિંક્સ પણ થયા બ્લોક


એટલું જ નહીં, સરકારે કૌભાંડમાં સામેલ 3 લાખથી વધુ સિમ બ્લોક કરી દીધા છે. 500થી વધુ લોકોની છેતરપિંડી માટે ધરપકડ પણ કરવામાં આવી છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 50 હજાર IMEI નંબર, 2194 URL અને 592 ફેક લિંક્સ પણ બ્લોક કરવામાં આવી છે.


સાયબર છેતરપિંડી કરનારાઓ થોડા જ કલાકોમાં લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટી લે છે. તેનાથી બચવા માટે સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે. હવે છેતરપિંડી રોકવા માટે જે મોબાઈલ નંબરો છેતરપિંડીમાં સંડોવાયેલા હતા તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.


નોંધનીય છે કેCFCFRMS પ્લેટફોર્મને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્ફોર્મેશન પોર્ટલ (NCRP) સાથે જોડવામાં આવશે, આમ કરવાથી બેન્ક નાણાકીય સંસ્થાઓ અને પોલીસ વચ્ચે વધુ સારી રીતે વાતચીત કરી શકશે. ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડથી બચવા માટે કોઈપણ અજાણ્યા નંબર પરથી SMS અથવા ઈમેલ દ્વારા મળેલી લિંક પર ક્લિક કરશો નહીં. તમારી બેન્કની વિગતો કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.