Smartphone:મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આના વિના આપણાં ઘણાં કામો અટકી શકે છે. બિલ પેમેન્ટથી લઈને ઓનલાઈન શોપિંગ સુધીના  લગભગ તમામ કાર્યો માટે આજે આપણે આ ગેજેટ પર નિર્ભર છીએ. જો કોઈક રીતે આ ગેજેટ ખરાબ થઈ જાય અથવા ધીમે-ધીમે કામ કરવા લાગે તો આપણને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આ લેખમાં, અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી થશે જ્યારે તમારો સ્માર્ટફોન હેંગ થઈ રહ્યો હોય અથવા જ્યારે તમે સતત તેમાં એક પછી એક એપ્સ ચલાવો છો અને તેના કારણે તેની સ્પીડ ધીમી પડી જાય છે.


આ રીતે પર્ફોમને કરો બૂસ્ટ


ડેટા સેવર મોડઃ જો તમે સ્માર્ટફોન પર વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તરત જ ડેટા સેવિંગ મોડને ઇનેબલ કરી લો.  તમે તમારા બ્રાઉઝરમાં પણ આ મોડને ચાલુ કરી શકો છો જેથી કરીને વેબપેજ કમ્પ્રેઝ  થઈ જાય અને તમારો ફોન ઝડપથી કામ કરવાનું શરૂ કરે.


હોમ સ્ક્રીનને સાફ રાખોઃ ક્યારેક એવું પણ બને છે કે સ્માર્ટફોન હેંગ થઈ જાય છે અથવા એપ્સ લોડ થવામાં ઘણો સમય લે છે. તેનું કારણ છે ઈન્સ્ટોલ કરેલી એપ્સ અને તેનું બેકગ્રાઉન્ડમાં સતત ચાલતું રહેવું. તમારે ફક્ત આ એપ્સને કામ પૂર્ણ થતાં જ બંધ કરવાની છે અને તેને બેકગ્રાઉન્ડમાંથી પણ દૂર કરવાની છે જેથી ફોન ઝડપથી કામ કરે. જો તમે આમ નહીં કરો તો ફોનનું પરફોર્મન્સ ધીમું થઈ જશે.એક સમયે ઘણી બધી એપ્સ ખોલશો નહીં. ખાસ કરીને આવા ફોનમાં જેની રેમ ઓછી હોય. આમ કરવાથી ફોનની સ્પીડ ઘટી જશે કારણ કે પ્રોસેસર ઘણી એપ્સ પર બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું છે.


બિનજરૂરી એપ્સ દૂર કરોઃ આપણા ફોનમાં ઘણી એવી એપ્સ છે જેનો આપણે રોજ ઉપયોગ કરતા નથી. ઘણા એપ્સ  હોય છે કે જેને  મહિનાઓ સુધી આપણે યુઝ કરતા નથી.  આવી સ્થિતિમાં, ફોનમાંથી આવી એપ્સને દૂર કરવામાં જ સમજદારી છે જેથી સ્માર્ટફોન  ઝડપી કામ કરશે.


મોટી સંખ્યામાં જંક ફાઈલોને કારણે પણ ફોન સ્લો થઇ જાય છે.  એટલા માટે આપણે સમયાંતરે તેને સાફ કરતા રહેવું જોઈએ.