એલન મસ્ક (elon musk ) દ્વારા ટ્વિટર દ્વારા 26 એપ્રિલથી 25 મેના રોજ ભારતમાં રેકોર્ડ 11,32,228 એકાઉન્ટ   (twitter account)  બેન કરવામાં આવ્યા છે. મોટાભાગના અકાઉન્ટ્સ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લિટેશન અને નૉન કંસેન્સ્યુઅલ ન્યુડિટીને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. માઈક્રો-બ્લોગિંગ સાઈટે દેશમાં પોતાના પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન  આપવા માટે 1,843 એકાઉન્ટને પણ હટાવી દિધા છે. એકંદરે  ટ્વિટરે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ભારતમાં 11,34,071 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.


ભારતમાં ફરિયાદો અને કાર્યવાહી


સમાચાર અનુસાર, ટ્વિટરે નવા IT નિયમો, 2021ના પાલન સાથે સંબંધિત તેના માસિક અહેવાલમાં જણાવ્યું છે કે તેને તેની ફરિયાદ નિવારણ સિસ્ટમ દ્વારા એક જ સમયમર્યાદામાં ભારતમાં યૂઝર્સ તરફથી 518 ફરિયાદો મળી છે. આ ઉપરાંત ટ્વિટરે 90 ફરિયાદો પર કાર્યવાહી કરી હતી જે એકાઉન્ટ સસ્પેન્શન સામે અપીલ કરી રહી હતી. ભારતમાંથી સૌથી વધુ ફરિયાદો દુર્વ્યવહાર /ઉત્પિડન (264), દ્વેષપૂર્ણ આચરણ (84), સંવેદનશીલ પુખ્ત સામગ્રી (67) અને બદનક્ષી (51) વિશે હતી.


માસિક અનુપાલન રિપોર્ટ પ્રકાશિત કરવો પડશે


નવા IT નિયમો 2021 હેઠળ 5 મિલિયનથી વધુ  યૂઝર્સ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માસિક અનુપાલન રિપોર્ટ  પ્રકાશિત કરવા પડશે. દરમિયાન, ટ્વિટરે તાજેતરમાં ભારત અને તુર્કી સહિત વૈશ્વિક સ્તરે  કન્ટેન્ટને બ્લોક કરવા  83 ટકા સરકારી અનુરોધને  મંજૂરી આપી છે.


હવે લૉગ-ઇન કર્યા વિના નહીં જોઇ શકાય કોઇનું પણ ટ્વીટ


ટ્વીટર પોતાના યૂઝર્સને કોઇને કોઇ વાતને લઇને અપડેટ કરતું રહે છે, એલન મસ્કના માલિકી હક્કમાં આવ્યા બાદ ટ્વીટરમાં મોટા પાયે સુધારા થઇ રહ્યાં છે. હવે આ મામલે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે. ટ્વીટરે શુક્રવારે નવો અને મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર પ્રમાણે, ટ્વીટ હવે લૉગ ઇન કર્યા વિના જોઈ શકાશે નહીં, મતલબ કે જો તમે ટ્વીટ જોવા માંગો છો તો તમારે ટ્વીટર પર તમારું આઈડી બનાવવું પડશે. એલન મસ્કે આને કામચલાઉ કટોકટી માપ ગણાવ્યું છે.


જાણો આમ કરવા પાછળ શું છે એલન મસ્કનો જવાબ 


ટ્વીટરના માલિક એલન મસ્કએ કહ્યું કે અમારો એટલો બધો ડેટા લૂંટાઈ રહ્યો છે કે, તે સામાન્ય યૂઝર્સ માટે અપમાનજનક સેવા હતી, આ પહેલા પણ મસ્ક ઓપન AI સહિત અન્ય પ્લેટફોર્મ પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમને કહ્યું કે કેટલાય પ્લેટફોર્મ તેમના ડેટા સાથે તેમના ભાષાકીય મૉડલને ટ્રેનિંગ આપતા હતા. ઉલ્લેખનીય છે કે, ટ્વીટરે એપ્લીકેશન પ્રૉગ્રામિંગ ઈન્ટરફેસ માટે થર્ડ પાર્ટી એપ્સ અને રિસર્ચર્સને પણ ચાર્જ કરવાનું શરૂ કરી દીધું છે.