કંપની મુજબ બિઝનેસ ચેટિંગ મિત્રો કે પરિવાર સાથે કરેલી ચેટિંગથી બિલકુલ અલગ હોય છે. કેટલાક મોટા બિઝનેસને મેનેજ કરવા માટે હોસ્ટિંગ સર્વિસની જરૂર પડે છે.


વ્હોટચસએપ પર ચેટ મેનેજ કરવા માટે અને ગ્રાહકોને તેના સવાલોના જવાબ આપવા માટે ફેસબુક હોસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. તેના દ્વારા સરળતાથી રસીદ મોકલી શકાય છે. આ ફીચર દ્રારા ગ્રાહકોને સવાલોના જવાબ આપી શકાય છે.

બિઝનેસ કમ્યુનિકેશન પર હશે વ્હોટસએપની નજર

કંપનીએ સ્પષ્ટ કર્યું છે, કે, બિઝનેસ કમ્યુનિકેશન ફોન ઇમેલ અથવા તો વોટસએપ દ્વારા થશે ત્યારે તેના પર કંપનીની નજર રહેશે, જેને તે તેમના માર્કિંટ માટે ઉપયોગ કરી શકશે. આ સિવાય તેનો ઉપયોગ ફેસબુકની એડ માટે પણ કરી શકાશે. ગ્રાહકોની સુવિધા માટે કંપની આ ચેટને લેબલ કરી દેશે. જે ફેસુબક હોસ્ટિંગ સર્વિસેઝનો ઉપયોગ કરશે.

નવા ફીચર્સ

હાલ મોટોભાગના લોકો ઓનલાઇન શોપિંગ કરી રહ્યાં છે ત્યારે આ બ્રાન્ડેડ કોમર્સ ફીચરની મદદથી  દુકાનની જેમ જ ગ્રાહકોને પ્રોડક્ટ બતાવી શકાશે.  આ ફીચર દ્વારા વ્હોટસએપ પર જ ગ્રાહકને વસ્તુ બતાવી શકાશે. તેમજ ગ્રાહક વસ્તુની તમામ માહિતી પણ મેળવી શકશે.

ફેસબુક પર કોઇ એડની સાથે આપ message a business using WhatsAppનું બટન જોઇ શકો છો. જો આપના ફોનમાં વ્હોટસએપ પહેલાથી ઇન્સ્ટોલ હોય તો આપ તે બિઝનેસને સીધો જ મેસેજ કરી શકો છો. આપ આ વિજ્ઞાપન સાથે જે રીતે ઇન્ટરેક્ટ કરશો. ફેસબુક એ જ ડેટાને યુઝ કરીને આપને તે જ પ્રકારનું વિજ્ઞાપન બીજી વખત બતાવશે.

ટૂંકમાં કહીઓ તો કંપની હવે ડાયરેક્ટ જ બિઝનેસને ટાર્ગેટ કરશે અને બિઝનેસ દ્રારા સામાન્ય યુઝર્સની ખરીદારી અને બિહેવિયરને પણ ટ્રેક કરશે.