નવી દિલ્હી: ફેસબુકે પ્રાઈવસી માટે વધુ એક નવું ફીચર લોન્ચ કરી દીધું છે. ફેસબુકે હાલમાં જ પ્રોફાઈલ લોક ફીચર લોન્ચ કર્યું છે. જેને એક્ટિવ કર્યા બાદ તમારી પ્રોફાઈલ કે પોસ્ટ એ લોકો જ જોઈ શકશે જે લોકો તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે. આ ફીચરને યૂઝ કરીને તમે તમારી પોસ્ટને પણ પ્રાઈવેટ કરી શકો છો.
પ્રોફાઈલ લૉક ફીચર

પ્રોફાઈલ લૉક કરવા માટે સૌથી પહેલા ફેસબુક એપ જઈને તેમાં More ઓપ્શનવાળી ત્રણ લાઈન પર ક્લિક કરો. તેમાં તમને સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો સ્ક્રોલ કરવા પર પ્રાઈવેસીનું ઓપ્શન આવશે અને તેના પર ક્લિક કર્યા બાદ પ્રોફાઈલ લોકિંગનું ઓપ્શન દેખાશે. પ્રોફાઈલના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ તમારી ફેસબુક પ્રોફાઈલ લોક થઈ જશે અને તેના બાદ તમારી પોસ્ટ અથવા પ્રોફાઈલને માત્ર તમારા ફ્રેન્ડ જ જઈ શકશે. આ પ્રોસેસથી જ તમે તમારી પ્રોફાઈલને અનલોક પણ કરી શકો છો.

મેસેન્જર લોક ઓપ્શન

ફેસબુકમાં એક એપ મેસેન્જરની છે, જેને તમે મેસેન્જરમાં જઈને એપ લોક ફીચર પર ક્લિક કરી શકો છો. તેના બાદ તમારા પ્રાઈવેટ મેસેજને કોઈ અન્ય લોકો નહીં વાંચી શકે.

પિક્ચર ગાર્ડ

આ પહેલા ફેસબુકે પ્રોફાઈલ પિક્ચરને ડાઉનલોડ કરવા કે સેવ કરવાના ઓપ્શન માટે પિક્ચર ગાર્ડ સેફ્ટી ફીચર લોન્ચ કર્યું હતું. પિક્ચર ગાર્ડ લગાવ્યા બાદ કોઈ પણ તમારી પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ અથવા સેવ કરી શકતું નથી.