નવી દિલ્હી:  કોરોના મહામારી (Coronavirus)સામે લડવા માટે દેશમાં હવે 18થી 45 વર્ષના લોકોનું પણ કોરોના વેક્સિનેશન (Vaccinations) શરુ થઈ ગયું છે.પરંતુ વેક્સિનની અછતના કારણે રસી લેનારા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને રસીકરણ સ્લોક બૂક કરાવવા માટે પરેશાની પણ થઈ રહ્યો છે. જેનો ફાયદો સાઈબર ફ્રોડ ઉઠાવી રહ્યાં છે. લોકોને ફેક મેસેજ મોકલી સાઈબર ફ્રોડનો શિકાર બનાવી રહ્યાં છે. આ ફેક મેસેજમાં એપ દ્વારા રજિસ્ટ્રેશન કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 



કોવિડ રસી (Covid vaccine)માટે તમારું નામ નોંધાવવા માટેના મેસેજ આવે તો સાવધાન રહેવાની જરૂર છે. સાયબર ઠગ આધાર કાર્ડ જેવી સંવેદનશીલ પર્સનલ માહિતી એકત્રિત કરી શકે છે અને તમારા આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાંથી અનધિકૃત ટ્રાન્ઝેક્શન માટે ઓટીપી માંગી શકે છે. તમારી ગુપ્ત વિગતો શેર કરીને તમારા બેંક એકાઉન્ટને સુરક્ષિત રાખો. રસી વિશેની કોઈપણ માહિતી માટે, કૃપા કરીને સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકા અને વેબસાઇટ્સને અનુસરો.



થોડા દિવસ પહેલા જ સાઈબર સુરક્ષા એજન્સી (cyber security agency)એ પણ ચેતવણી આપી હતી, કોવિડ-19ની રસી માટે રજીસ્ટ્રેશનના નામે એસ.એમ.એસ મોકલી યૂઝરના એન્ડ્રોઈડ ફોનમાં તેના પર્સનલ ડેટા સુધી પહોંચી રહ્યાં છે. એજન્સી અનુસાર પાંચ પ્રકારના નુકસાનકારક એસએમએસ મળ્યા છે. ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઈઆરટી) તાજેતરમાં જારી કરેલી જાહેર સલાહમાં જણાવ્યું હતું કે 'એવું કહેવામાં આવ્યું છે કે બનાવટી એસએમએસ સંદેશાઓ મોકલીને ખોટી રીતે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ પ્રસ્તુત કરેલી એપ્લિકેશનથી ભારતમાં કોવિડ -19 રસી માટે નોંધણી કરાવી શકાય છે.


સીઇઆરટીએ કહ્યું કે, આ એપ્લિકેશન બિનજરૂરી પરવાનગી મેળવે છે, જેનાથી સાયબર હુમલાખોરો ફોન કોલ્સ જેવા યૂઝર્સના ડેટા પર કબ્જો કરી શકે છે. પરામર્શમાં કહેવામાં આવ્યું હતું કે, તમારે ફક્ત સત્તાવાર લિંક દ્વારા કોરોના વાયરસ રસીકરણ માટે નોંધણી કરાવવી જોઈએ. 


દેશમાં 18 કરોડથી વધુ લોકોને અપાઈ રસી


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 4 લાખ 57 હજાર 579 ડોઝ આપવામાં આવ્યા છે. 



દેશેમાં વેક્સિનની અછત સૌથી મોટો પડકાર બની ગઈ છે. દેશમાં માત્ર છ રાજ્ય એવા છે જ્યાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્ય સામેલ છે.