નવી દિલ્હીઃ લાંબી રાહ જોયા બાદ અંતે FAUGની આતુરતાનો અંદ આવી ગયો છે. આજે એટલે કે 72માં ગણતંત્ર દિવસના અવસર પર FAU-G (Fearless and United Guards) ને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ ગેમને દેશી PUBG ગણવામાં આવે છે. બેંગ્લોર બેસ્ડ nCore કંપની દ્વારા બનાવવામાં આવેલ આ ગેમનું પ્રી-રજિસ્ટ્રેશન તમામ એન્ડ્રોઈડ ડિવાઈસ માટે શરૂ કરવામાં આવ્યું છે.


આ સ્માર્ટફોનમાં નહીં ચાલે FAU-G

દેશી PUBG એટલે કે FAU-G ગેમ એન્ડ્રોઈડ 8 અથવા તેનાથી અપગ્રેટેડ વર્ઝનને જ સપોર્ટ કરશે. જો તમે એન્ડ્રોઈડ 8થી જૂની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં હોય તો તમારા સ્માર્ટફોનમાં FAU-G ડાઉનલોડ નહીં કરી શકાય. સાથે જ FAU-G ગેમ iOS બેસ્ડ iPhone અને iPads માટે રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ નથી.

લૉન્ચ પહેલા જ 40 લાખ થી વધુ પ્રી રજિસ્ટ્રેશન

FAU G ને PUBG Mobile ગેમના ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, ગૂગલ પ્લે પર 40 લાખથી વધુ પ્રી રજિસ્ટ્રેશ મળી ચુક્યા છે. FAU G ના ડેવલપ nCore એ આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગેમનું પ્રી રજિસ્ટ્રેશન નવેમ્બરના અંતમાં શરુ કરવામાં આવ્યું હતું.

FAU G ગેમ લોન્ચ થયા બાદ યુઝર્સ તેને સીધા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. સાથે જ ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. હાલમાં FAU G ગેમની ઓફિશિય વેબસાઈટ લોન્ચ થવાની બાકી છે.

ગેમને કઇ રીતે કરશો ડાઉનલૉડ

FAU-G ગેમના લૉન્ચ થયા બાદ યૂઝર્સ આને સીધી એપ સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી શકશે. સાથે ગેમ ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ ડાઉનલૉડ કરવામાં આવી શકશે. હાલ FAU-G ગેમની ઓફિશિયલ વેબસાઇટ લૉન્ચ થવાની બાકી છે. ગેમ સાથે જોડાયેલી જાણકારી ગેમના પ્રમૉટર્સ nCore ગેમ્સના માધ્યમથી મળી રહી છે.