નવી દિલ્હીઃ WhatsApp યૂઝર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, જેનો કરોડો યૂઝર્સ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં હતા. કંપનીએ એક નવુ ફિચર એડ કર્યુ છે, જેનુ નામ છે Who can see when I am online છે. વૉટ્સએપના આ નવા ફિચરથી યૂઝર પોતાના ઓનલાઇન સ્ટેટસને એપ યૂઝ કરતી વખતે હાઇડ કરીને રાખી શકશે. આનો ઓપ્શન યૂઝર્સને વૉટ્સએપ સેટિંગ્સના પ્રાઇવસી સેક્શનમાં આપવામાં આવેલા Last seen and online ઓપ્શનમાં મળશે. વૉટ્સએપના લેટેસ્ટ અપડેટ્સને ટ્રેક કરનારી વેબસાઇટ WABetaInfo એ નવા ફિચરનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. 


નક્કી કરી શકશો કે કોને દેખાશે તમારુ ઓનલાઇન સ્ટેટસ - 
સ્ક્રીનશૉટમાં જોઇ શકાય છે કે, યૂઝર લાસ્ટ સીન એન્ડ ઓનલાઇન ઓપ્શનમાં જઇને પોતાના ઓનલાઇન સ્ટેટસના સેટિંગ્સને બદલી શકે છે. લાસ્ટ સીનમાં યૂઝર્સને પોતાના લાસ્ટ સીન હાઇડ કરવા માટે ચાર ઓપ્શન - Everyone, My Contacts, My Contact Except અને Nobody નો ઓપ્શન  મળશે. વળી, ઓનલાઇન સ્ટેટસ માટે કંપની Everyone અને Same as last seen નો ઓપ્શન આપી રહી છે. Who can see my last seen માં My contacts except વાળા ઓપ્શનને સિલેક્ટ કરીને તમે એ નક્કી કરી શકો છો કે તમારા ઓનલાઇન હોવાની જાણકારી કોને મળે અને કોને નહીં. 


બીટા ટેસ્ટર્સ માટે આવ્યુ આ ફિચર - 
કંપનીએ હજુ આ ફિચરને કેટલાક સિલેક્ટેડ બીટા ટેસ્ટર્સને વૉટ્સએપ એન્ડ્રોઇડના બીટા વર્ઝન 2.22.20.9 માં ઓફર કરી રહી છે. WABetaInfo અનુસાર, કેટલાક બીટા ટેસ્ટર્સને આ ફિચર 2.22.20.7 બીટા બિલ્ડમાં પણ મળી શકે છે. આશા છે કે, કંપની સફળ બીટા ટેસ્ટિંગ બાદ ગ્લૉબલ યૂઝર્સ માટે આ ફિચરનું સ્ટેબલ વર્ઝન રૉલઆઉટ કરશે. હાલમાં કંપની તરફથી ફિચરને ઓફિશિયલ સ્ટેબલ રૉલઆઉટ ડેટ વિશે કોઇ જાણકારી નથી આપવામાં આવી.


WhatsApp Message મોકલ્યા બાદ પણ કરી શકાશે એડિટ, જાણો ફિચર્સ વિશે? -


WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. યુઝર્સ માટે કંપની એપ્લિકેશનમાં સતત નવા નવા ફિચર્સ ઉમેરતી રહે છે. એપ્લિકેશન ડેવલપર્સ આ સુવિધાઓને રિલીઝ કરતા પહેલા બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ કરે છે. આવું જ એક ફીચર WhatsApp બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.


આ ફીચર વોટ્સએપના સ્ટેબલ વર્ઝન પર જલ્દી જ જોઈ શકાશે. આ ફીચરની મદદથી તમે મોકલેલા વોટ્સએપ મેસેજને એડિટ કરી શકો છો. જોકે, સ્ટેબલ વર્ઝન પર આ ફીચર ક્યારે આવશે તે જાણી શકાયું નથી. અમને પહેલાથી જ ટેલિગ્રામ એપ પર મેસેજ એડિટ કરવાની સુવિધા મળી છે.


વોટ્સએપનું લેટેસ્ટ ફીચર WABetaInfo દ્વારા જોવામાં આવ્યું છે. વોટ્સએપ v2.22.20.12માં મેસેજ એડિટ કરવાની સુવિધા જોવા મળી છે. વેબસાઇટે તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તમે તેની વિગતો જોઇ શકો છો.  સ્ક્રીન શોટમાં દેખાતા મેસેજમાં લખ્યું છે તે તમે એડિટેડ મેસેજ મોકલ્યો છે. જો તમે WhatsApp ના લેટેસ્ટ વર્ઝન પર છો, તો તમને આ ફીચર જોવા મળશે.


જોકે, આ ફીચર હાલમાં તમામ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. આ સ્ક્રીનશોટથી સ્પષ્ટ છે કે કંપની આ ફીચર પર કામ કરી રહી છે, જે આવનારા સમયમાં રોલઆઉટ થઈ શકે છે. ઓછામાં ઓછા એન્ડ્રોઇડ યુઝર્સ જલ્દી જ આ ફીચર જોઈ શકશે. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને મેસેજને એડિટ કરવા માટે તેને લોંગ પ્રેસ કરવો પડશે. ત્યારબાદ તેમને એડિટનો વિકલ્પ મળશે.


તમે મેસેજ મોકલ્યા પછી કેટલા સમય સુધીમાં એડિટ કરી શકો છો તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. વોટ્સએપ અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ યુઝર્સને તેમનું ઓનલાઈન સ્ટેટસ છૂપાવવાનો વિકલ્પ મળી શકે છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ જેવું સ્ટેટસનું ફીચર પણ આપી શકાય છે.