iPhone 11 Pro પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Flipkartના આ સેલમાં ICICI બેંકના કાર્ડથી ખીદી કરવા પર તમને દસ ટકા અલગથી છૂટ મળી રહી છે. તેમાં iPhone 11 Pro ને તમે 20 હજાર રૂપિયાની છૂટ સાથે ઓર્ડર કરી શકો છો. અસલમાં iPhone 11 Proની કિંમત 99,999 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ ઇલેક્ટ્રોનિક્સ સેલમાં તે ડિસ્કાઉન્ટ બાદ 79,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સેલમાં ગ્રાહકોને એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે જે અંતર્ગત તમે અંદાજે 26000 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો.
iphone 11 Proના ફીચર્સ
iPhone 11 Proની ડિસ્પ્લે સાઈઝ 5.8 ઇંચની છે. સાથે જ ડિસ્પ્લે સુપર રેટિના XDRને પણ સપોર્ટ કરે છે. ડિસ્પ્લે રિઝોલ્યૂશન 2436x1125 પિક્સલ છે. iphone 11 Pro આઈફોન 64GB, 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ફોનમાં A13 બાયોનિક ચિપસેટ સાથે આવે છે. જે ફોનની સ્પીડને ફાસ્ટ કરે છે. iPhone 11 Pro ના પાછળના ભાગમાં ત્રણ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ, 12 મેગાપિક્સલનો વાઈડ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ નાઈટ મેડની સાથે આપવામાં આવ્યો છે.