નવી દિલ્હીઃ ભારતમાં કૉવિડ-19ના સંપર્કમાં આવવાથી બચાવનારી આરોગ્ય સેતુ એપએ એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. આ એપ સાથે અત્યાર સુધી 10 કરોડ લોકો જોડાઇ ચૂક્યા છે, આ એપને 2 એપ્રિલે લૉન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધી 10 કરોડ યૂઝર્સ ડાઉનલૉડ કરી ચૂક્યા છે.


ખાસ વાત છે કે, 2જી એપ્રિલે એપ લૉન્ચ થઇ હતી, અને પહેલા 13 દિવસમાં જ 5 કરોડ યૂઝર્સ જોડાઇ ગયા હતા, આના યૂઝર્સે આને બહુજ ઓછા સમયમાં દુનિયામાં સૌથી વધુ યૂઝ કરનારી ડાઉનલૉડ એપ બનાવી દીધી છે. આરોગ્ય સેતુ મોબાઇલના બ્લૂટુથ અને જીપીએસ કનેક્ટિવિટી દ્વારા કૉવિડ-19થી સંક્રમિત લોકોને શોધવામાં મદદ કરે છે.

એપના માધ્યમથી યૂઝર્સ જાણી શકે છે કે તે કોઇ કૉવિડ-19થી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે નહીં. આ એપ યૂઝર્સને તેમના લક્ષણોનુ સ્વ-મૂલ્યાંકન કરવાની અનુમતિ આપે છે.

જ્યારથી એપ લૉન્ચ થઇ છે, ત્યારેથી આમાં કેટલાય અપડેટ થઇ રહ્યાં છે. અપડેશન બાદ આ એપ દ્વારા ઇ-પાસ માટે એપ્લાય કરવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે.