નવી દિલ્હી: ચીની સ્માર્ટફોન વીવોએ હાલમાં પોતાનો પોપ અપ સેલ્ફી કેમેરા ફોન Vivo V15 પ્રો ભારતમાં લોન્ચ કર્યો હતો પરંતુ હવે કંપનીએ તેના જેવો જ ફોન Vivo V15 ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીનો બીજો એવો ફોન છે જે પોપ અપ કેમેરા સાથે આવે છે.
Vivo V15ની કિંમક 23990 રૂપિયા છે અને ફોન બ્લૂ, બ્લેક, રેડ કલર ઓપ્શનમાં મળે છે. સ્માર્ટફોનને ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. ઓફર્સની વાત કરવામાં આવે તો એસબીઆઈ કાર્ડ યૂઝર્સને 5 ટકા કેશબેક મળશે તો કંપની વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ આપી રહી છે. જિયો યૂઝર્સને 10 હજારનો ફાયદો અને 3300 GB ડેટા મળી રહ્યો છે.
આ ફોન 6.53 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં નોચલેસ ડિસ્પ્લે આપવામાં આવી છે જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 સાથે આવે છે. સ્માર્ટફોનમાં ઓક્ટો કોર મીડિયાટેક હિલિયો P70 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે 6 GB રેમ સાથે આવે છે. Vivo V15માં 64 GB સ્ટોરેજ છે જે માઈક્રો એસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે.ડ્યૂઅલ સિમ સ્માર્ટફોન રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ટ્રિપલ રિયર કેમેરા સાથે આવે છે.
સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ ડ્યૂઅલ કેમેરા છે તો 5 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર અને 8 મેગાપિક્સલ વાઈડ એન્ગલ કેમેરા છે. સ્માર્ટફોનનો ફ્રંટ કેમેરો 32 મેગાપિક્સલનો છે અને પોપ અપ કેમેરા સાથે આવે છે. ફોનમાં 4000mAhની બેટરી છે.
સોશિયલ મીડિયામાં પણ લાગૂ થઈ આચાર સંહિતા, ચૂંટણી પંચ એલર્ટ