ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આર્કષવા શાનદાર ઓફર આપે છે. માર્કેટમાં ઘણા એવા પ્રીપેડ પ્લાન છે જેમાં તમને વધારે ડેટા, ફ્રી કોલિંગની સુવિધા અને બીજા લાભ મળશે. આજે અમે તમને વોડાફોન-આઈડિયા, રિલાયન્સ જિયો અને એરટેલના કેટલાક એવા પ્લાન જણાવી રહ્યા છીએ, જેમાં તમને દરરોજ  4GB ડેટા, ફ્રી કોલિંગ અને બીજા અન્ય ફાયદા મળે છે. ખાસ વાત એ છે કે આ તમામ પ્લાન 300 રૂપિયાથી ઓછી કિંમતના છે. 


Jio નો  249 રૂપિયાનો પ્લાન - જો તમે જિયોનો આ પ્લાન ખરીદવા માંગો છો તો આ  249 રૂપિયાના પ્લાનમાં તમને  28 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB ડેટા મળશે. જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે  1000 FUP મિનિટ અને દરરોજ 100 SMS સુવિધા આપવામાં આવી છે.  આ સિવાય જિયો એપ્સનું એક્સેસ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. 


Airtel નો 298 રૂપિયાનો પ્લાન- 300 રૂપિયાથી ઓછા પ્લાનમાં એરટેલનો 298 રૂપિયાનો પ્લાન છે.  આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB ડેટા મળશે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી મળશે. સાથે જ એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ અને વિંક મ્યૂઝિક ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે.  એરટેલ પોતાના સબ્સક્રાઈબર્સસને  FASTag ખરીદવા પર  150 રૂપિયા કેશબેક આપી રહ્યું છે. 


Vi નો  299  રૂપિયાનો પ્લાન- વોડાફોન-આઈડિયાના આ પ્લાનમાં  28 દિવસની વેલિડિટી અને દરનરોજ 4GB ડેટા મળે છે. આ પ્લાનામાં વીકેંડ ડેટા રોલઓવર અને ડબલ ડેટા બેનિફિટ મળે છે. સાથે જ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી મળે  છે.