નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે આખા દેશમા લૉકડાઉન લાગુ હતુ, લોકો પોતાના ઘરોમાં રહીને અનેક પ્રકારની પ્રવૃતિઓમાં લાગ્યા હતા, આવા સમયે નાના બાળકો ઘરોમાં રહીને ગેમ રમવા મજબૂર બન્યા હતા. આમાં સૌથી લોકપ્રિય ગેમ PUBG વધુ રમાઇ રહી હતી. હવે PUBG એક છોકરાનો જીવ લીધાના સમાચાર સામે આવ્યા છે. આ ચોંકાવનારી ઘટના આંધ્રપ્રદેશમાં ઘટી છે. કહેવાઇ રહ્યુ છે કે PUBG રમવાના ચક્કરમા છોકરાએ ખાવા પીવાનુ છોડી દીધુ અને તેના કારણે તેનુ મોત થઇ ગયુ હતુ.

એક અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, આંધ્રપ્રદેશમાં એક 16 વર્ષના છોકરાએ PUBG રમવાના ચક્કરમાં ખાવા પીવાનુ છોડી દીધુ, અને અંતે તેનુ મોત થયુ હતુ. રિપોર્ટ પ્રમાણે, છોકરાની હાલત જ્યારે વધુ બગડી ત્યારે તેના પરિવારજનો તેને ખાનગી હૉસ્પીટલમાં લઇ ગયા, અને ત્યાં તેને ડાયેરિયા થયો અને મોત થઇ ગયુ હતુ. કહેવાઇ રહ્યું છે કે PUBG ગેમમાં મશગુલ થઇ ગયેલા આ છોકરાએ કેટલાય દિવસથી ખાવા-પીવાનુ છોડી દીધુ હતુ, તેના કારણે તેની તબિયત લથડી હતી.

રિપોર્ટ પ્રમાણે છોકરાનો જમણો હાથ અને પગ કામ ન હતો કરી રહ્યો. તેને હૉસ્પીટલમાં દાખલ કરાયો, પરંતુ તપાસ દરમિયાન તેને ઇન્ટ્રાકેરેબ્રલ હેમરેજ થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. જેના કારણે તેનુ મોત થઇ ગયુ હતુ.

આ પહેલા પણ જાન્યુઆરીમાં પુણેમાં ગેમ હર્શલ મેમાને નામના એક શખ્સ માટે પણ ગેમ ઘાતક સાબિત થઇ ચૂકી છે. PUBG ગેમ રમતા હર્શલને બ્રેન સ્ટ્રૉક આવી ગયો હતો.