Man Earns money Using ChatGPT: ઓપન એઆઈએ ગયા વર્ષે ચેટ જીપીટી લોન્ચ કરી હતી. માત્ર એક અઠવાડિયામાં આ ચેટબોટે તે કર્યું જે ભલભલા દિગ્ગજો પણ કરી શક્યા નથી. આ ચેટબોટ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત છે જેમાં જાહેરમાં ઉપલબ્ધ તમામ ડેટા ફીડ કરવામાં આવ્યો છે. આ ચેટબોટ માર્કેટમાં આવ્યા બાદ મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન આવ્યો કે આ ચેટબોટના કારણે તેમની નોકરી જઈ શકે છે. હવે દરેક લોકો કહી રહ્યા છે કે, આ ચેટબોટ લાખો લોકોની નોકરી ખાઈ શકે છે. પરંતુ આ દરમિયાન ચેટ જીપીટી વિશે આવા સમાચાર સામે આવી રહ્યા છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. લાન્સ જંક નામના વ્યક્તિએ ચેટ GPT દ્વારા 3 મહિનામાં 28 લાખ રૂપિયાની કમાણી કરી છે. જાણો આખરે લાન્સ જંકે શું કર્યું?



બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, 23 વર્ષીય લાન્સ જંકે Udemy પર Chat GPT પર પ્રોફેશનલ કોર્સ શરૂ કર્યો હતો. આ કોર્સમાં તેઓ ચેટ જીપીટીની ક્ષમતાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપતા હતા. આ કોર્સ માટે અલગ-અલગ જગ્યાએથી લગભગ 15000 લોકોએ નોંધણી કરાવી હતી. લાન્સ જંક દ્વારા આ કોર્સનું નામ 'ચેટ GPT માસ્ટર ક્લાસ ફોર બિગિનર્સ' રાખવામાં આવ્યું હતું. આ કોર્સના કારણે લાન્સ જંકે 3 મહિનામાં લગભગ 28 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, લાન્સ જંકે ચેટ GPT પર કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી. તેણે પોતે આ AI ટૂલ વિશે માહિતી મેળવી અને પછી બાળકોને તે શીખવ્યું.

3 અઠવાડિયામાં રેકોર્ડ કરેલ સંપૂર્ણ અભ્યાસક્રમ

લાન્સ જંકે તૈયાર કરેલો કોર્સ લગભગ 7 કલાક લાંબો છે અને હવે તે $20માં વેચાણ માટે ઉપલબ્ધ છે. લાન્સ જંકે આમાં 50 લેક્ચર્સ તૈયાર કર્યા છે, જેને રેકોર્ડ કરવામાં તેમને 3 અઠવાડિયા લાગ્યા હતા. આ કોર્સ માટે અરજી કરનારા મોટાભાગના લોકો અમેરિકા, ભારત જાપાન અને કેનેડાના છે. લાન્સ જંકે જણાવ્યું હતું કે, કેટલાક એવા બાળકો છે જેમના દેશમાં ચેટ જીપીટી હજી શરૂ પણ નથી થઈ પરંતુ તેઓ આ ચેટબોટ વિશે જાણવા માંગે છે. એક તરફ જ્યાં લોકો ચેટ જીપીટીને લઈને ચિંતિત છે તો બીજી તરફ આ પ્રકારના સમાચાર પોતાનામાં જ પ્રેરણાદાયી છે. જો લોકો ઇચ્છે છે તો તેઓ આ AI ટૂલને એક તક માનીને પૈસા કમાઈ શકે છે.

OpenAI એ Chat GPT બનાવ્યું

ગયા મહિને ઓપન AIએ ચેટ GPTનું નવું વર્ઝન લાઇવ GPT-4 બનાવ્યું છે. નવું વર્ઝન પહેલા કરતા વધુ અદ્યતન અને સચોટ છે. આમાં તમે ઈમેજ ક્વેરી પણ કરી શકો છો. જો કે, GPT-4 હાલમાં ફક્ત પ્લસ સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલબ્ધ છે. જો તમે નવીનતમ સંસ્કરણનો લાભ લેવા માંગતા હો, તો તમારે ચેટ GPTનું પ્લસ સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. જેની કિંમત $20 છે.

જાહેર છે કે, Chat GBT ઓપન AI દ્વારા બનાવવામાં આવ્યું છે. ઓપન એઆઈ એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર સંશોધન કરતી કંપની છે જેની શરૂઆત સેમ ઓલ્ટમેન અને ઈલોન માસ્ટ દ્વારા કરવામાં આવી હતી પરંતુ બાદમાં એલોન મસ્ક કંપનીથી અલગ થઈ ગયા હતા.