શું છે કેસ
વિતેલા વર્ષે 24 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ એટલે કે AGRની સરાકરની વ્યાખ્યાને યોગ્ય ગણાવી હતી. કંપનીઓએ AGR અંતર્ગત માત્ર લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જને જ ગણાવી રહી હતી. પરંતુ સરાકર તેમાં ભાડું, ડિવિડન્ડ, સંપત્તિના વેચાણથી નફો જેવી વસ્તુઓે પણ હોવાનું કહી રહી હતી.
કોર્ટ તરફથી સરાકરની વાતને યોગ્ય ગણાવતા ટેલીકોમ કંપનીઓ પર 1.5 લાખ કરોડ રૂપિયાની દેવાદારી આવી ગઈ હતી. એરટેલ, વોડાફોન-આઇડિયા, આરકોમ સહિત તમામ કંપનીઓએ ફેરવિચારણા અરજી દાખલ કરી હતી. તેને પણ કોર્ટે ફગાવી દીધી હતી.