નવી દિલ્હીઃ દેશની ત્રણ મોટી ટેલિકૉમ કંપનીઓ રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન પોતાના યૂઝર્સ માટે નવા નવા પ્લાન રિલીઝ કરતી રહે છે. આ કંપનીઓ પોતાના કસ્ટમર પ્રમાણે પ્લાન લાવે છે. આજે અમે તમને બતાવીશુ કે આ કંપનીઓના 56 દિવસવાળા પ્લાન વિશે. જાણી લો આ પ્લાનમાં શું શું ઓફર આપવામાં આવી રહી છે....


Reliance Jio
રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં અનલિમીટેડ જિઓથી જિઓ નેટવર્ક પર વૉઇસ કૉલિંગ આપી રહી છે, આની સાથે જ ઓફનેટ કૉલિગ માટે 2000 મિનીટ આપવામાં આવી રહી છે. આ પ્લાન અંતર્ગત દરરોજ 100 SMS કરી શકાશે. આ ઉપરાંત જિઓ મૂવીઝ, જિઓ સાવન, જિઓ ટીવી, જિઓ ચેટ જેવી એપ્સનો ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યો છે, આની વેલિડિટી 56 દિવસની છે.

Vodafone
વૉડાફોન 399 રૂપિયામાં દરરોજ 1.5GB હાઇ સ્પીડ ડેટૉ આપી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સાથે દરરોજ 100 SMS ફ્રી મળી રહ્યાં છે. આ પ્લાનની શરૂઆતના 28 દિવસ સુધી 5GB એક્સ્ટ્રા ડેટા પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન પણ 56 દિવસ સુધી વેલિડ છે.



Airtel
જિઓ અને વૉડાફોન ઉપરાંત એરટેલ પોતાના યૂઝર્સને 1.5GB એડિશનલ ડેટા આપી રહ્યું છે. સાથે જ દરરોજ 100 એસએમએસ ફ્રી કરવાનો મોકો પણ મળી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત Airtel Xstream, ફ્રી હેલો ટ્યૂન્સ, વિન્ક મ્યૂઝિક જેવી એપ્સનો ફ્રી એક્સેસ પણ મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 56 દિવસ સુધીની છે.