વૉટ્સએપના આ ફિચરનુ જલ્દી બીટા વર્ઝન રૉલઆઉટ થઇ શકે છે, જોકે હજુ આને લઇને કોઇ તારીખની જાહેરાત નથી કરવામાં આવી. ફાઇનલ રૉલઆઉટ પહેલા આને બીટા ટેસ્ટર્સ માટે રૉલઆઉટ કરવામાં આવશે. વૉટ્સએપનું વૉલપેપર ફિચર સૌથી પહેલા WABetaInfo એ v2.20.199.5 વૉટ્સએપ વર્ઝનમાં ટ્રેક કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત એક તાજા રિપોર્ટનુ માનીએ તો એપમાં ફરીથી ચેટ એટેચમેન્ટમાં કેમેરા આઇકૉન આપવામાં આવી શકે છે, વૉટ્સએપે હાલમાં વર્ઝન નંબર 2.20.198.9 પરથી એક નવુ ગૂગલ બીટા પ્રૉગ્રામ સબમીટ કર્યુ છે. આમાં એપના એટેચમેન્ટમાં લૉકેશન આઇકૉનની પણ નવી ડિઝાઇન જોવામાં આવી છે. કેમેરા આઇકૉનને કંપનીએ રૂમ્સના શોર્ટકટની સાથે રિપ્લેસ કરી દીધુ હતુ.